પહેલગામ હુમલા બાદ પીએમ મોદી અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર યથાવત
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. એવી અટકળો ચાલી રહી છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભે, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક નૌકાદળ અને વાયુસેનાના વડાઓની બેઠક પછી થઈ હતી.
સીસીએસની બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને પોતાની સુવિધા અનુસાર સમય અને લક્ષ્ય નક્કી કરીને બદલો લેવાની સ્વતંત્રતા આપી હતી. સરકારના આ નિર્ણય બાદ પાકિસ્તાન ડરી ગયું છે અને પાકિસ્તાની સેના સતત નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન ઉપર આકરી કાર્યવાહી કરી છે, તેમજ કેટલાક પ્રતિબંધ ફરમાવ્યાં છે. એટલું જ નહીં ભારત આ આતંકવાદી હુમલાનો જવાબ આપશે, તેમાં કોઈ બેમત નથી. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ વિવિધ મંચ ઉપરથી આતંકવાદી હુમલામાં જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બીજી તરફ સરહદ ઉપર ભારતીય સેનાને ખડકી દેવામાં આવી છે.
દરમિયાન ભારત કોઈ મોટી કાર્યવાહી કરશે તેવો ભય પાકિસ્તાનમાં ફેલાયો છે. એટલું જ નહીં એટમબોમ્બની ધમકી આપનાર પાકિસ્તાનના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ દુનિયાના વિવિધ દેશો સમગ્ર વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરવાની સાથે ભારતની આતંકવાદી વિરોધી કાર્યવાહીને સમર્થન આપ્યું છે.