For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ હવે AMTS અને BRTS બસમાં મફત મુસાફરી કરી શકશે

06:26 PM Jul 05, 2025 IST | revoi editor
અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ હવે amts અને brts બસમાં મફત મુસાફરી કરી શકશે
Advertisement
  • 65 વર્ષથી વધુ વયના વડિલોએ મફત મુસાફરી માટે પાસ કઢાવવો પડશે,
  • દિવ્યાંગો પણ AMTS, અને BRTSમાં મફત મુસાફરી કરી શકશે,
  • મ્યુનિ.કોર્પોરેશનમાં 2500 કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરાશે

અમદાવાદઃ શહેરમાં 65 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સને હવે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીનો લાભ મળશે. અગાઉ એએમટીએસ અને બીઆરટીએસમાં

Advertisement

મફત મુસાફરી માટે વયમર્યાદા 75 વર્ષની હતી. એમાં ઘટાડો કરીને હવે  65 વર્ષ કરવામાં આવી છે. એએમટીએસ અને બીઆરટીએસ સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકો હવે ફ્રીમાં મુસાફરી કરી શકશે. સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40 ટકા ખર્ચથી પાસ મળતા હતા પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે.

એએમસીની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી કે, એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. બંને સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકો નિઃશુલ્ક પ્રવાસ કરી શકશે. હવે બંને સેવાના ઓનલાઇન પાસ પણ કાઢી આપવામાં આવશે. નજીકમાં સમયમાં વોર્ડ લેવલે પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે. સિનિયર સિટીઝનોની મફત મુસાફરીની વયમર્યાદામાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. 75 વર્ષની વયમર્યાદા ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે. જેથી હવે વધારે વડિલો મફત મુસાફરી કરી શકશે. આ પહેલા 75 વર્ષ બાદ મફત મુસાફરી બીઆરટીએસમાં બસમાં કરી શકાતી હતી, જો કે હવે 65 વર્ષ બાદ મફત મુસાફરી કરી શકાશે.  આ સાથે જ એએમટીએસ અને બીઆરટીએસ  દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40 ટકા ખર્ચથી પાસ મળતા હતા. પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે. જો કે તમામ મુસાફરોએ દર વર્ષે પાસને રીન્યુ કરાવવાનો રહેશે.

Advertisement

એએમસીના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને વધુમાં કહ્યું કે, શહેરનો વ્યાપ વધતા એએમસીમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. મ્યુનિ. કોર્પોરેશનના જુદા જુદા વિભાગોમાં 2500 કર્મીઓની કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જુદી જુદી લાયકાત મુજબ વિવિધ વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત વાયુ, જમીન અને જળ પ્રદુષણની સમસ્યા નિવારણ માટે એએમસી એન્વાયરમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવી છે.  જુદા જુદા વિભાગ મુજબ એન્વાયરમેન્ટ એન્જિનિયરની નિમણૂંક કરી કામગીરી સોંપવામાં આવી છે. રોડની ગુણવત્તા સુધારવા એએમસી પોતાની લેબોરેટરી શરૂ કરશે. વિવિધ મટિરિયલના ટેસ્ટટિંગ માટે 2.74 કરોડના ખર્ચે લેબોરેટરીના સાધનો ખરીદવામાં આવશે. પીપળજ સ્થિત મ્યુનિના પ્લાન્ટ ખાતે જ સિવિલ વર્ક માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવશે. આગામી દિવાળી બાદ મ્યુનિ. દ્વારા  રિવરફ્રન્ટ પર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજશે. જેમાં પ્રાથમિક સુવિધાની અર્બન પ્લાનિંગ સહિતનું બાબતો માટે સ્ટાર્ટઅપ શરૂ થાય એ માટે પ્રોત્સાહન આપવા આયોજન કરાશે.

Advertisement
Tags :
Advertisement