For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સિનિયર સિટિઝનોએ ફ્રી પાસ લેવા માટે BRTS બસ સ્ટેન્ડ પર લાઈનો લાગાવી

06:45 PM Jul 10, 2025 IST | revoi editor
અમદાવાદમાં સિનિયર સિટિઝનોએ ફ્રી પાસ લેવા માટે brts બસ સ્ટેન્ડ પર લાઈનો લાગાવી
Advertisement
  • સિનિયર સિટિઝન્સ વહેલી સવારથી ફ્રી પાસ લેવા આવી જાય છે,
  • લાંબી લાઈનોને લીધે બપોર સુધી પ્રતિક્ષા કરવા છતાંયે નંબર લાગતો નથી,
  • BRTS દ્વારા પુરતી વ્યવસ્થા ન કરાતા આક્રોશ

અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશનના સત્તધિશોએ 65 વર્ષની ઉમરના સિનિયર સિટિઝન્સને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી કર્યા બાદ મફત મુસાફરી માટે સિનિયર સિટિઝન્સને પાસ આપવા માટે શહેરમાં બીઆરટીએસના બે કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં બન્ને કેન્દ્રો પર સિનિયર સિટિઝન્સની વહેલી સવારથી લાંબી વાઈનો લાગી જાય છે. BRTS સેન્ટર પર પાણીની વ્યવસ્થા પણ નથી. સિનિયર સિટીઝન્સ બીઆરટીએસના સેન્ટર પર વહેલી સવારથી લાઇન લગાવીને ઊભા રહે છે છતાં તેમનો નંબર આવતો નથી. વૃદ્ધોને બીઆરટીએસના ફ્રી પાસ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અણઘડ આયોજનના કારણે હવે સિનિયર સિટીઝનને મુશ્કેલી પડી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 65 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન BRTS ની ફ્રીમાં મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરી છે પરંતુ આ વ્યવસ્થાએ અમદાવાદના વૃદ્ધો માટે મુશ્કેલી સર્જી છે. સિનિયર સિટીઝન્સને ફ્રી પાસ આપવા અમદાવાદમાં માત્ર બે જ સેન્ટર બનાવવામાં આવ્યા છે. એક સેન્ટર નેહરુ નગર પાસે ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ છે. અન્ય એક સેન્ટર સોનીની ચાલ BRTS બસ સ્ટેન્ડ છે.  આટલી મોટી સંખ્યામાં વૃદ્ધો અને શહેરમાં બે જ સેન્ટરના કારણે વૃદ્ધોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક વૃદ્ધે જણાવ્યું કે, સવારે 10 વાગે સેન્ટર ખુલે છે અને પહેલા માત્ર 50 લોકોને ટોકન આપવામાં આવે છે અને ફોર્મ લેવા માટે એક દિવસ અને ફોર્મ ભરવા માટે બીજા દિવસે બોલાવવામાં આવે છે.

સિનિયર સિટિઝન્સને મફત પાસ માટે એક જ સેન્ટર પર આટલી મોટી સંખ્યામાં વૃદ્ધો ભેગા થાય છે તો સેન્ટર વધારવા જોઈએ. દરેક વિસ્તારમાં ફ્રી પાસ માટે સેન્ટર બનાવવામાં આવે તો એ પ્રકારની અગવડ ઊભી ન થાય. હાલ જે સેન્ટર બનાવવામાં આવ્યા છે ત્યાં બેસવાની કોઈ વ્યવસ્થા નથી. પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. બીજું કે વિદ્યાર્થીઓ માટે જો પાસ માટે સવારે 8 વાગે કામગીરી શરૂ થાય છે તો સિનિયર સિટીઝન માટે સવારે 10 વાગે કેમ સેન્ટર શરૂ કરવામાં આવે છે. વૃદ્ધોનું કહેવું છે કે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તકલીફ છે જો સેન્ટર પર ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement