For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શિયાળા પહેલાં LOC પર સુરક્ષા વધારાઈ, ઘૂસણખોરીના ખતરા વચ્ચે BSF સાબદુ બન્યું

01:44 PM Oct 13, 2025 IST | revoi editor
શિયાળા પહેલાં loc પર સુરક્ષા વધારાઈ  ઘૂસણખોરીના ખતરા વચ્ચે bsf સાબદુ બન્યું
Advertisement

જમ્મુ-કાશ્મીરઃ સીમા સુરક્ષા દળ (BSF)એ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LOC) પર શિયાળાની શરૂઆત પહેલાં પોતાની સુરક્ષા વધુ કડક બનાવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સરહદ તરફથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થવાની આશંકા છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર માહિતી મુજબ અનેક આતંકવાદી હાલ સરહદપારના વિવિધ લૉન્ચ પૅડપર ઘૂસણખોરીની તકની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં યોજાયેલ વુલર 2.0 મેરેથોન દરમિયાન BSFના અતિરિક્ત મહાનિદેશક સતીશ એસ. ખંડારેએ જણાવ્યું, “દર વર્ષે જોવામાં આવે છે કે શિયાળા શરૂ થવાનાં પહેલાં ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થાય છે. આને ધ્યાનમાં રાખીને અમે અમારા જવાનો અને અધિકારીઓને ઉચ્ચ સતર્કતા પર રાખ્યા છે અને LOC પર પેટ્રોલિંગ તથા દેખરેખ વધારી છે.

ખંડારે મુજબ, “ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે, પરંતુ ઉપલબ્ધ રિપોર્ટ મુજબ અમારું પડોશી દેશ આતંકવાદીઓને ઘૂસણખોરી માટે મદદરૂપ થાય એવા કેટલાક લૉન્ચ પૅડ સરહદપાર બનાવી રહ્યું છે.તેમણે ઉમેર્યું કે ઘૂસણખોરીનો ખતરો હંમેશા રહેલો હોય છે, પરંતુ BSF અને ભારતીય સેનાએ આવી પરિસ્થિતિનો સામનો કરવા પૂરતી તૈયારીઓ કરી છે. અમારા જવાનો પોતાની ફરજો ખૂબ જ જવાબદારીથી નિભાવી રહ્યા છે,” એમ તેમણે જણાવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે BSFના વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, જમ્મુ સેક્ટર માટે શિયાળાની વિશેષ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ રણનીતિ હેઠળ ધુમ્મસનો લાભ લઈને થનારી ઘૂસણખોરીની કોઈપણ કોશિશને નિષ્ફળ બનાવવાની યોજના છે.

Advertisement

BSFના મહાનિરીક્ષક (જમ્મુ સીમા) શશાંક આનંદએ જણાવ્યું કે ગુપ્તચર માહિતી મુજબ લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા આતંકવાદી સંગઠનો, “ઓપરેશન સિંદૂરદરમિયાન થયેલા ભારે નુકસાન પછી ફરીથી સંગઠિત થવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે  વધુમાં કહ્યું, “જમ્મુ સેક્ટરમાં શિયાળાના મહિનાઓ દરમિયાન સૌથી મોટી પડકારરૂપ પરિસ્થિતિ ધુમ્મસ છે, જેના કારણે દેખરેખ મુશ્કેલ બને છે. પરંતુ અમારી શિયાળાની વ્યૂહરચના તૈયાર છે અને અમે સરહદપારથી થનારી કોઈપણ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સતર્ક છીએ. આ સાથે જ BSFએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતની સરહદો સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારની આતંકી હરકતનો તાત્કાલિક અને દૃઢ પ્રતિભાવ આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement