જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર માર્યો
03:02 PM Apr 11, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળોએ દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓની દેશ વિરોધી પ્રવૃતિઓને ડામી દેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે.
Advertisement
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓને ઝડપી લેવા માટે તાજેતરમાં સુરક્ષાદવોએ અભિયાન શરૂ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન છત્રૂ વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં અન્ય આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા સ્થાનિક પોલીસ સાથે મળીને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
Next Article