પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યાં
લાહોરઃ પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
પાકિસ્તાની સેનાને મળી હતી ગુપ્ત માહિતી
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં આ ઓપરેશન વિશે માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોને આતંકવાદીઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી. પ્રાપ્ત માહિતીના આધારે, ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના મદ્દીમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. "ઓપરેશન દરમિયાન, સૈનિકોએ આતંકવાદીઓના ઠેકાણા શોધી કાઢ્યા અને ચાર આતંકવાદીઓને ઠાર માર્યા. આ ભીષણ ગોળીબારમાં એક પાકિસ્તાની સૈનિક પણ માર્યો ગયો.
આ મહિનાની શરૂઆતમાં ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલાઓમાં પોલીસ અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકો સહિત 152 લોકો માર્યા ગયા હતા. કેપી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, આ ઘટનાઓમાં 302 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. અહેવાલમાં નોંધાયું છે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન નાગરિકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા, જેમાં 45 લોકોના મોત અને 127 ઘાયલ થયા હતા.