સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પહેલગામ હુમલામાં સંડોવાયેલા સુલેમાન સહિત 3 આતંકી ઠાર મરાયાં
નવી દિલ્હીઃ પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાને પગલે દેશની જનતામાં રોષ ફેલાયો છે. તેમજ આતંકવાદી પ્રવૃતિઓ આચરનારાઓને નાથવા માટે માંગણી ઉઠી છે. બીજી તરફ સુરક્ષા દળોએ પણ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન શ્રીનગરમાં સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ હાથ ધરીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો. પહેલગામ હુમલામાં સંડોવાયેલા સુલેમાન સહિત 3 આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યાં હતા. હજુ એક આતંકવાદી ફરાર છે જેની શોખધોળ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગર જિલ્લાના હરવન વિસ્તારમાં એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ દ્વારા ગોળીબાર કરવામાં આવતા સુરક્ષા જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. તેમજ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ હાથ ધરીને 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ત્રણેય આતંકવાદી પાકિસ્તાની અને પહેલગામ હુમલામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. સુરક્ષા દળોને પાકિસ્તાની આતંકવાદી સુલેમાન, યાસીલ અને અલી નામના આતંકવાદીની લાશ મળી હતી. તેમજ તેમની પાસેથી યુએસ બેસ્ડ કાર્બાઈન, એકે 47, 17 રાઈફલ ગ્રેનેડ અને અન્ય સામગ્રી મળી આવી હતી. હજુ એક આતંકવાદી ફરાર છે તેને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે. આમ ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.
સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલા સુલેમાન અને યાસિર પૂર્વ પાકિસ્તીની એસએસજી કમાન્ડો છે. સુરક્ષાદળોએ પહેલગામ હુમલાના 92 દિવસ બાદ તેમને ઠાર માર્યાં છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને છેલ્લા 15 દિવસથી ટ્રેક કરવામાં આવી રહ્યાં હતા. દરમિયાન આજે ઓપરેશન મહાદેવ હાથ ધર્યું હતું. પહેલગામ હુમલામાં પાકિસતાની આતંકવાદી આસિફ ફોજી (કોડ નામ મુસા), સુલેમાન શાહ (યુનુસ) અને અબુ તલ્હા (આસિફ) સંડોવાયેલા હતા. જ્યારે અન્ય બે આતંકવાદી આદિલ ગૂરી અને અહસાન સ્થાનિક આતંકવાદી હતી.