ઈમ્ફાલ ખીણમાંથી સુરક્ષા દળોએ 6 ઉગ્રવાદી ઝડપાયા, હથિયારો જપ્ત કરાયાં
ઈમ્ફાલ : મણિપુરની ઈમ્ફાલ ખીણમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ અલગ-અલગ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા કુલ 6 ઉગ્રવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પ્રતિબંધિત સંગઠન કાંગલેઈપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (PWG)ના ત્રણ સક્રિય સભ્યોને તેમના ઘરોમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.
તેની ઓળખ લઈશાંગથેમ ટોંડન સિંહ (ઉ.વ. 34), લઈશાંગથેમ આનંદ સિંહ (ઉ.વ. 34) અને હાઈકોમ હેમચંદ્ર સિંહ (ઉ.વ 41) તરીકે થઈ છે. તેમના પાસેથી બે SLR રાઈફલ, બે સુધારેલી .0303 રાઈફલ, એક ઈન્સાસ રાઈફલ, નવ મેગેઝીન અને 99 કારતૂસ જપ્ત કરાયા હતા. તે જ સંગઠનનો એક અન્ય સભ્ય ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના એન્ડરો વિસ્તારમાંથી ઝડપાયો છે. તેની ઓળખ તોરેમ ટોમચો મીતેઈ ઉર્ફે પેના (ઉ.વ 45) તરીકે થઈ છે. થૌબલ જિલ્લામાં પ્રતિબંધિત સંગઠનનો એક સક્રિય સભ્ય ઈચાન ખુન્નૌ વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. જ્યારે સોરેપા સંગઠનનો એક સક્રિયને સભ્ય થૌબલ જિલ્લાના સમરમ મયાઈ લાખાઈ વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. તેની ઓળખ ખોઈનાઈજમ ભૂમેશ્વર સિંહ (ઉ.વ 24) તરીકે થઈ છે. તેના પાસેથી બંદૂક અને ત્રણ કારતૂસ પણ કબજે કરાયા હતા.