હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

શાળાના ટ્રસ્ટી અને કારકૂન નિવૃત શિક્ષક પાસેથી બે લાખની લાંચ લેતા પકડાયા

05:57 PM Jun 10, 2025 IST | revoi editor
Advertisement

રાજકોટઃ રાજ્યમાં લાંચ-રૂશ્વતના કેસો વધતા જાય છે. ત્યારે શિક્ષણ વિભાગમાં લાંચનો કેસ નોંધાયો છે. રાજકોટના લોધીકા તાલુકાના પાળ ગામે આવેલી ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા લાંચ લેતા ઝડપાયા છે. બન્ને આરોપીઓએ હાઇસ્કૂલના નિવૃત શિક્ષક પાસેથી મોંઘવારી એરીયર્સ સહિતની 12.15 લાખની રકમ પાસ કરાવવા રૂપિયા 2 લાખની લાંચ માંગી હતી અને રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને લાંચની રકમ આપી જવાનું કહ્યું હતુ. ફરિયાદી નિવૃત શિક્ષકે આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આથી એસીબીએ નિવૃત શિક્ષકને સાથે રાખીને છટકું ગાઠવીને બન્ને આરોપીઓને રાજકોટ શહેરના વાણિયાવાડી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. બન્ને  આરોપીઓની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ કેસની વિગત એવી છે કે, રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામ ખાતે ગાયત્રી હાઈસ્કૂલ આવેલી છે. આ હાઈસ્કૂલમાં ફરજ બજાવી નિવૃત થયેલા એક શિક્ષકે તેઓના મોંધવારીના 53% મુજબ એરીયર્સ બીલની રકમ તથા રજા રોકડ રૂપાંત્તરની રકમ મળી કુલ આશરે રૂ.12,15,000ની રકમ પોતાની ઝડપથી મળે તે હેતુથી હાઇસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરાને મળી રજૂઆત કરી હતી. જેની સામે આરોપીઓ દ્વારા નિવૃત શિક્ષક પાસેથી રૂ.3 લાખની માંગણી કરી હતી અને બાદમાં રકઝકના અંતે રૂપિયા 2 લાખ આપવા નક્કી કરાયું હતું અને આ રકમ આરોપીઓ દ્વારા તેમને ઘરે આપી જવા માટે કહ્યું હતું.  નિવૃત શિક્ષક પોતાના હક્કના રૂપિયા લેવા માટે લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં ટ્રેપ ગોઠવવા નક્કી કર્યું હતું. આરોપીઓએ લાંચની રકમ ઘરે આપવા માટે કહ્યું હોવાથી ફરિયાદી નિવૃત શિક્ષક રૂપિયા 2 લાખની રકમ લઇ આરોપીના ઘરે રાજકોટમાં વાણીયાવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં આરોપી ગુણવંતરાય ચુનીલાલ ખીરા (ઉ.વ.74) પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂ.2 લાખની ગેરકાયદેસર લાંચની રકમ માંગી આરોપી ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા (ઉ.વ.55)ની હાજરીમાં સ્વીકારી હતી જેથી તુરંત એસીબીએ બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSchool trustee and clerk caught taking bribeTaja Samacharviral news
Advertisement
Next Article