હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરત શહેરના કોટ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવમાં સામાજિક એખલાસના દ્રશ્યો સર્જાયા

05:57 PM Jun 27, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરમાં મ્યુનિ. હસ્તકની શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં કોટ વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ વખતે સામાજિક એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. લઘુમતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થિનીઓને કુમકુમ પગલા પાડીને શાળામાં પ્રવેશ આપીને કોમી એખલાસનો માહોલ ઉભો કર્યો હતો. શહેરના કોઈ પણ બાળક અક્ષર જ્ઞાનથી વંચિત ન રહે તે માટે  સરકાર સાથે મુલ્સિમ સમાજના અગ્રણીઓ પણ આગળ આવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

Advertisement

સુરત શહેરમાં વરસાદ અને ખાડી પુરની સ્થિતિ વચ્ચે સલામત શાળામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. દરમિયાન આજે શહેરના કોટ વિસ્તાર અને લઘુમતી વિસ્તારમાં પણ પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સાથે કોમી એખલાસ જોવા મળ્યો હતો.

Advertisement

સુરત મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં ગુજરાતી ઉપરાંત સાત ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ સમિતિમાં હાલ બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. શહેરના દરેક ખૂણામાં એક પણ બાળક અભ્યાસ વિના ન રહે તે માટે સમિતિ દ્વારા દર વર્ષે પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. છેલ્લા ચારેક વર્ષથી સુરત મ્યુનિ.એ બાલવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો પ્રવેશ યાદગાર બને તે માટે કુમકુમ પગલા સાથે પ્રવેશ આપે છે અને તે પગલા વિદ્યાર્થીઓના વાલીઓને યાદગીરી રૂપે આપવામાં આવે છે.

શહેરની ગુજરાતી અને ઉર્દુ શાળામાં લઘુમતી સમાજના અનેક બાળકો અભ્યાસ કરે છે તેઓ પણ કુમ કુમ પગલાની પ્રથામાં સહજતાથી જોડાયા છે. લઘુમતી સમાજમાં પુજાને મહત્વ ન હોવા છતાં શાળામાં પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણીઓ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. શહેરના કોટ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 130 ( શ્રીમતી કાશીબેન સિંગાપુરી) પ્રાથમિક શાળા સહિત અનેક શાળામાં પ્રવેશોત્સવ 2025 યોજવામા આવ્યો હતો. જેમાં લઘુમતી વિદ્યાર્થિનીઓને કુમકુમ તિલક સાથે પગલાં પાડીને પ્રવેશ આપ્યો હતો. આ વર્ષે પણ પ્રવેશોત્સવમાં સદ્દભાવનાના દર્શન થયા હતા.સમિતિની સ્કૂલમાં અભ્યાસ કરતા લઘુમતી સમાજના વિદ્યાર્થીઓએ પણ હોશે હોશે કુમકુમ પગલાં પડાવ્યા હતા. જેમાં વાલીઓ સાથે લઘુમતી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharScenes of Social GatheringSchool Entrance FestivalsuratTaja Samacharviral news
Advertisement
Next Article