હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતના પાંડેસરામાં નકલી નોટ્સ બનાવવાનું કૌભાડ પકડાયુ, ત્રણની ધરપકડ

03:24 PM Oct 12, 2025 IST | Vinayak Barot
Advertisement

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં ચાર રસ્તા પાસે હરિઓમ નગરમાં એક મકાનમાં નકલી નોટો છાપવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ પાડીને નકલી ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નકલી નોટો છાપીને બજારમાં ફરતી મુકતા હતા. પોલીસે ત્રણેય આરોપીની વધુ પૂછતાછ હાથ ધરી છે.

Advertisement

પાંડેસરા પોલીસ સૂત્રોના કહેવા મુજબ  પોલીસે મળેલી બાતમીને આધારે પાંડેસરા ગુ.હા.બોર્ડ જવેલરી બજાર ચાર રસ્તા પાસે આવેલા હરીઓમનગર સોસાયટીના પ્લોટ નંબર 17 અને 18ના બીજા માળે આવેલા મકાનમાં રેડ કરી હતી અને ચલણી નોટો બનાવવાનો રેકેટનો પર્દાફાશ કરી સ્થળ પરથી ત્રણ આરોપીઓ મુળારામ મોતીરામ ચેરામારામ પ્રજાપતિ, દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ અને નારાયણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિ ( ત્રણે રહે હરીઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનીટી હોલ, ગુ.હા.બોર્ડ, પાંડેસરા )ની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 500ના દરની 3 નોટો, રૂપિયા 200નાં દરની 3 નોટો અને રૂ. 100નાં દરની 6 બનાવટી ચલણી નોટો તથા પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામલાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પોતે આર્થિક લાભ મેળવવા તેમજ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઇરાદે આ બનાવટી ચલણી નોટો ભારતીય બજારમાં ફરતી કરવા પોતાના કબ્જામાં રાખી હતી.

પાંડેસરા પોલીસ મથકના પીઆઇ જે.સી.જાદવએ જણાવ્યું હતું કે, આરોપીઓ મકાની અંદર આ ચલણી નોટો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આ કૃત્ય કેટલા સમયથી કરી રહ્યા હતા, વગેરે માહિતી એકત્રિત કરવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharscam of making fake notessuratTaja Samacharthree arrestedviral news
Advertisement
Next Article