For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં પણ અન્ય રાજ્યોના હથિયારોના લાયસન્સનું કૌભાંડ, 51 હથિયારો ઈસ્યુ કરાયા

05:43 PM Apr 10, 2025 IST | revoi editor
સુરતમાં પણ અન્ય રાજ્યોના હથિયારોના લાયસન્સનું કૌભાંડ  51 હથિયારો ઈસ્યુ કરાયા
Advertisement
  • અમદાવાદની જેમ સુરતમાંથી પણ પર રાજ્યોના બંદૂકના લાયસન્સનું કૌભાંડ
  • ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે કુલ 51 હથિયારો ઈશ્યુ કરાયા
  • માત્ર 10 લાખમાં આલ ઈન્ડયા પરમિટનું લાયસન્સ મળી જતું હતુ

સુરતઃ રાજ્યમાં અમદાવાદ, સુરત સુરેન્દ્રનગર સહિત શહેરોમાંથી કેટલાક લોકોએ મિઝોરમ, નાગાલેન્ડ, કાશ્મીર સહિતના રાજ્યોમાં ફેક ભાડા કરારથી રહિશ બતાવીને હથિયારોના લાયસન્સ મેળવ્યાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સુરત શહેરના એક ગન હાઉસમાંથી પણ બોગસ લાયસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઈશ્યૂ કરવામાં આવ્યા હોવાનો પડદાફાશ થયો છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરી છે અને હજુ પણ 16 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલનો પણ સમાવેશ થાય છે.

Advertisement

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાંથી કેટલાક લોકોએ પણ નાગાલેન્ડથી બંદુકના લાયસન્સ મેળવ્યા હતા.  આ કૌભાંડમાં ચોંકાવનારી વાત એ પણ છે કે, લાયસન્સ મેળવનારા વ્યક્તિઓ ક્યારેય નાગાલેન્ડ ગયા જ નહોતા. માત્ર નકલી સરનામા અને દસ્તાવેજોના આધારે તેમને લાયસન્સ અપાયા હતા. પોલીસે હાલ આવા ત્રણ શખસોની ધરપકડ કરી છે સાથે બોગસ લાયસન્સના આધારે હથિયાર વેચનારા ગજાનન ગન હાઉસના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હરિયાણાનો આસિફ હોવાનું સામે આવ્યું છે. જે લોકો પાસેથી દસ્તાવેજો એકઠા કરીને નાગાલેન્ડના બોગસ લાયસન્સ તૈયાર કરાવી તેમને હથિયાર આપતો હતો. આ ગેંગ એવા લોકોને ટાર્ગેટ કરતી હતી જેને વ્યક્તિગત સુરક્ષા માટે અથવા શો-બાજી કરવા હથિયારની જરૂર હતી અને નિયમ પ્રમાણે લાયસન્સ મેળવવા યોગ્ય ના હોય, આવા લોકો આસિફના સંપર્કમાં આવતા હતા. ત્યાર બાદ તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો કુરિયરના માધ્યમથી મગાવવામાં આવતા હતા.

સૂત્રોના કહેવા મુજબ કામરેજના સેલાભાઈ બોડિયા અને હરિયાણાનો આસિફ પોતાના નેટવર્ક મારફતે નાગાલેન્ડમાં રહેણાંકના નકલી પુરાવા બનાવી તેમનું ઓલ ઇન્ડિયા પરમિટવાળું બોગસ લાયસન્સ તૈયાર કરાવતો હતો. એક લાયસન્સ બનાવવાની કિંમત અંદાજે 8થી 10 લાખ સુધી વસૂલવામાં આવતી હતી. લાયસન્સ તૈયાર થયા બાદ કુરિયરના માધ્યમથી સુરત મોકલવામાં આવતું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લાયસન્સ મેળવનારામાં સુરત ઉપરાંત આણંદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, મોરબી, અમદાવાદ સહિત 14 લોકો સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય નાગાલેન્ડ ગયા નથી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજાનન ગન હાઉસના માલિક અતુલકુમાર ચિમનભાઈ પટેલે નાગાલેન્ડના બોગસ લાયસન્સના આધારે કુલ 51 હથિયાર વેચ્યા હોવાનું કબૂલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી 20 પ્રકારની રિવોલ્વર, પિસ્તોલ અને ડબલ બેરલ ગન સહિત કુલ 93 કારતૂસ જપ્ત કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement