લો બોલો, કંગાળ પાકિસ્તાન અબજોના ખર્ચે અદ્યતન ત્રીજી પેઢીના પરમાણુ પ્લાન્ટ ઉભુ કરી રહ્યું છે
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલુ પાકિસ્તાન હાલ દુનિયાના વિવિધ દેશે પાસે મદદ માંગી રહ્યું છે. દરમિયાન 23 જાન્યુઆરી 2023ના રોજ આખું પાકિસ્તાન અંધકારમાં ડૂબી ગયું હતું. દેશમાં 2 વર્ષમાં આ બીજું મોટું ગ્રીડ બ્રેકડાઉન હતું. મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ લગભગ 12-13 કલાક ચાલ્યો હતો આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં પાવર કટ એક મોટી સમસ્યા છે. દેશે 2023માં મોટો બ્લેકઆઉટ જોયો છે. આ સમસ્યાના ઉકેલ માટે શાહબાઝ શરીફ સરકારે હવે પરમાણુ ઉર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન કરવા માટે દેશનો સૌથી મોટો પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશન (PAEC) ને ચશ્મા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પ્લાન્ટ 5 (C-5) ના નિર્માણ માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે. આ લાઇસન્સ પાકિસ્તાન ન્યુક્લિયર રેગ્યુલેટરી ઓથોરિટી (PNRA) દ્વારા જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય 1200 મેગાવોટની ક્ષમતા સાથે પરમાણુ ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટેનો સૌથી મોટો પ્લાન્ટ C-5 બનાવવાનો છે.
C-5 એ ચાઇનીઝ હુઆલોંગ ડિઝાઇનનું અદ્યતન ત્રીજી પેઢીના દબાણયુક્ત પાણીનું રિએક્ટર છે, જેમાં સક્રિય અને નિષ્ક્રિય સલામતી સુવિધાઓ છે. તેમાં ડબલ-શેલ કન્ટેઈનમેન્ટ અને રિએક્ટર-ફિલ્ટર વેન્ટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. તેનું આયુષ્ય 60 વર્ષ છે. પાકિસ્તાનમાં આ ડિઝાઇનનો આ ત્રીજો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. અન્ય બે પ્લાન્ટ, કરાચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ 2 અને 3, પહેલેથી જ કાર્યરત છે અને રાષ્ટ્રીય ગ્રીડમાં પાવર ઉમેરી રહ્યા છે.
23 જાન્યુઆરી 2023ના રોજ આખું પાકિસ્તાન અંધકારમાં ડૂબી ગયું હતું. દેશમાં 2 વર્ષમાં આ બીજું મોટું ગ્રીડ બ્રેકડાઉન હતું. મોટાભાગના વિસ્તારોમાં, અંધારપટ લગભગ 12-13 કલાક ચાલ્યો હતો, જ્યારે કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં 24 થી 72 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. રાજધાની ઇસ્લામાબાદ અને તેના પડોશી શહેર રાવલપિંડીમાં લગભગ 8 કલાકમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. લાહોર અને કરાચીમાં લગભગ 16 કલાક પછી વીજળી પાછી આવી હતી.
અંધારપટના કારણે ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પ્રભાવિત થઈ હતી. ઘણી કંપનીઓ અને હોસ્પિટલોએ કહ્યું કે તેઓ બેકઅપ જનરેટરનો ઉપયોગ કરે છે. બ્લેકઆઉટને કારણે કાપડ ઉદ્યોગને પણ $70 મિલિયનનું નુકસાન થયું છે. લોકોએ વિવિધ શહેરોમાં પાણીની અછતની ફરિયાદ પણ કરી હતી કારણ કે ઇલેક્ટ્રિક વોટર પંપ કામ કરતા નથી. ઘણા એટીએમ પણ કામ કરતા બંધ થયા હતા અને બેકઅપ પાવરના અભાવે લોકો પૈસા ઉપાડી શકતા ન હતા.