For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરાયો

06:05 PM Apr 07, 2025 IST | revoi editor
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરાયો
Advertisement
  • વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓમાં રૂપિયા 30થી 200નો વધારો કરાયો
  • બે દાયકા બાદ ફીમાં વધારો કરાયાનો યુનિનો દાવો
  • ફીમાં વધારાને બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપી મંજુરી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે નવા વર્ષથી પરીક્ષા ફીમાં 10%નો વધારો કરાશે. વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓમાં રૂ.30થી રૂ.200નો વધારો કરવામાં આવ્યો છે. પરીક્ષા ફીમાં વધારાને યુનિવર્સિટીની સર્વોપરી બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનુ કહેવું છે કે, આ ફી વધારો અંદાજે 20 વર્ષ પછી કરવામાં આવ્યો છે. પરીક્ષા ફીમાં વધારાનો વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા ફીમાં અંદાજે 20 વર્ષ પછી મામૂલી ફી વધારો કરવામાં આવેલો છે. જે ફી વધારાને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી આપવામાં આવી છે, જે નવા શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, એજયુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિતની ફેકલ્ટીમાં ચાલતા કોર્સમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બીએ અને બીકોમની પરીક્ષા ફી રૂ. 270થી વધારી રૂ. 300 કરવામાં આવી છે. તો એમબીએ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી રૂ. 1000થી વધારી રૂ.1200 કરવામાં આવી છે. આ ફી વધારાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ ફી વધારા સામે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો છે. અને અસહ્ય મોંઘવારીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાં વધારો પોસાય તેમ નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement