સાઉદી અરબે PM મોદીની મુલાકાત પૂર્વે 4700 પાકિસ્તાની ભાખારીઓને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યાં
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. દરમિયાન, પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકોએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી છે કે એક તરફ પીએમ મોદી વેપાર માટે જઈ રહ્યા છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ 4700 પાકિસ્તાની ભિખારીઓને દેશનિકાલ કર્યા છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાની ભિખારીઓ અન્ય દેશોમાંથી 45 અબજ રૂપિયા કમાઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન કહે છે કે દેશમાં 22 મિલિયન વ્યાવસાયિક ભિખારીઓ છે અને તેઓ 42 અબજ પાકિસ્તાની રૂપિયા કમાય છે. પાકિસ્તાનમાં એક વિશાળ બેગિંગ ઉદ્યોગ ઉભો થયો છે અને અમારી સરકાર આ હેન્ડલર્સ સુધી પહોંચી શકતી નથી. હવે તે એટલો મોટો વ્યવસાય બની ગયો છે કે તેમણે સાઉદી અરેબિયા અને યુએઈમાં ભીખ માંગવાનું શરૂ કર્યું છે, જેના કારણે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનીઓ માટે ભીખ માંગવા વિરોધી નિયમન લાવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, સાઉદીમાં તમામ પવિત્ર સ્થળોએ, પાકિસ્તાની મહિલાઓ અને પુરુષો અલ્લાહ રસૂલના નામે લોકો પાસેથી ભીખ માંગે છે, આ પાકિસ્તાનની અંદર એક ઉદ્યોગ છે. સાઉદી લોકો ખૂબ ચિંતિત છે કે આ લોકો હજ દરમિયાન ભીખ માંગવા આવે છે, તો તેમને કેવી રીતે રોકી શકાય. એટલું જ નહીં પાકિસ્તાનીઓ અરબ દેશોમાં ડ્રગ્સની દાણચોરી કરે છે. સાઉદી અરબના રાજદૂત પાકિસ્તાની ભિખારીઓને નિયંત્રિત કરવા માટે પાકિસ્તાની મંત્રીઓને મળી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના તમામ એરપોર્ટ ગૃહમંત્રી મોહસીન નકવીના હાથ નીચે છે, એન્ટી નાર્કોટિક્સ તેમના હાથ નીચે છે, તેથી જ તેમણે સાઉદી અરબના રાજદૂત સમક્ષ સ્પષ્ટતા આપવી પડી રહી છે. હાલમાં 4700 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત સાઉદી અરેબિયાએ હવે પાકિસ્તાન પર વિઝા પ્રતિબંધો લાદ્યા છે.