હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુઈગામ તાલુકાના સોનોથ ગામે બાળકો પાસે ચિઠ્ઠી ઉપાડીને સરપંચ-ઉપસરપંચ નક્કી કરાયા

04:44 PM Jun 04, 2025 IST | revoi editor
Advertisement

પાલનપુરઃ રાજ્યમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ઘણા ગામડાંઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લીધે ગ્રામજનોમાં અંદરોઅંદર વૈમનસ્ય ઊભુ થતુ હોય છે. ત્યારે સાંપ્રત સમયમાં ગ્રામ પંચાયતો સમરસ બને, ગ્રામજનો ભેગા મળીને ગામનો વિકાસ કરે તે સમયની માગ છે. ત્યારે બનાસકાંઠાના સુઈ તાલુકાના સોનેથ ગામના વડિયોએ ભેગા મળીને સરપંચ અને ઉપ સરપંચની પસંદગી ચિઠ્ઠી ઉછાળીને કરવાનો નિર્ણય લીધો હતો. અને સમગ્ર ગ્રામજનોએ પણ વડિલોની વાત માનીને સહમત થતાં બાળકોના હાથે ચિઠ્ઠી ઉપાડીને સરપંચ અને ઉપ સરપંચની પસંદગી કરવામાં આવી છે.

Advertisement

સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ બે સક્ષમ ઉમેદવારોના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબીલ ગુલાલની છોળો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો હતો.

સુઈગામ તાલુકાના સોનેથ ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા હતા. ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ પ્રયાસો થયા. પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠા સુજથી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ બંને ઉમેદવારો અગાઉની ચૂંટણીમાં હાર્યા હતા. તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી હતી. હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો. ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો. બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી પદ્ધતિથી પસંદગી કરવામાં આવી. જેમાં ગંગરામભાઈ કરશનભાઈ ચૌધરીનું નામ પ્રથમ આવ્યું. તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા. બીજું નામ ભેમાભાઈ રવજીભાઈ ઠાકોરનું આવ્યું. તેમને ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવ્યા. આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું. બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે. નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે. ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya Samacharlots drawnMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSarpanch-Upsarpanch decidedSonoth villageSuigam talukaTaja Samacharviral news
Advertisement
Next Article