For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સારા અલી ખાને માતા અમૃતા સિંહ સાથે મળીને મુંબઈમાં જ ખરીદી બે મોંઘી પ્રોપર્ટી

09:00 PM Oct 19, 2024 IST | revoi editor
સારા અલી ખાને માતા અમૃતા સિંહ સાથે મળીને મુંબઈમાં જ ખરીદી બે મોંઘી પ્રોપર્ટી
Advertisement

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં સારાએ તેની માતા અમૃતા સાથે મળીને મુંબઈમાં બે મોંઘી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.

Advertisement

  • સારા અલી ખાને માતા અમૃતા સાથે બે ઓફિસ ખરીદી હતી

અભિનેત્રી સારા અલી ખાને તેની માતા અમૃતા સિંહ સાથે મળીને અંધેરી વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પર સ્થિત સિગ્નેચર બિલ્ડિંગમાં 22.26 કરોડ રૂપિયામાં બે ઓફિસ ખરીદી છે. તેમણે વીર સાવરકર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદેલી બંને મિલકતો માટે રૂ. 1.33 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. અહેવાલ અનુસાર, સારાની આ બે નવી ઓફિસનો વિસ્તાર 2,099 ચોરસ ફૂટ છે. આમાં ત્રણ પાર્કિંગ પણનો પણ સમાવેશ થાય છે, અને દરેક ઓફિસનો ખર્ચ 11.13 કરોડ રૂપિયા છે. બંને ઓફિસો માટે સોદો 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો. સારા અને અમૃતાએ ગયા વર્ષે 11 જુલાઈ 2023ના રોજ આ જ બિલ્ડિંગમાં ચોથા માળે 9 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો અને તેના માટે 41.01 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement