સંજીવકુમારની આ ફિલ્મ 23 વર્ષે પૂર્ણ થયા પછી રિલીઝ થઈ હતી
હિન્દી ફિલ્મ જગતની સુપરહિટ ફિલ્મ લવ એન્ડ ગોડનું નિર્માણ વર્ષ 1963માં શરૂ થયું હતું. પરંતુ ઘણી મુશ્કેલીઓના કારણે ફિલ્મ બનાવવામાં વિલંબ થયો હતો. તેથી, 23 વર્ષ પછી, તે 1986 માં મોટા પડદા પર રજૂ કરવામાં આવી હતી. જો કે, તેના પાત્રો એટલા લોકપ્રિય થયા કે લોકો તેને લૈલા મજનૂના નામથી પણ ઓળખે છે. આ ફિલ્મ અરબી લવ સ્ટોરી લૈલા-મજનૂ પર આધારિત હતી. ફિલ્મમાં સંજીવ કુમારએ મજૂનનો રોલ કર્યો હતો. જ્યારે નિમ્મીએ લૈલાના રોલ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, સંજીવ કુમાર પહેલા આ ફિલ્મમાં ગુરુ દત્ત લીડ રોલમાં હતા. પરંતુ શૂટિંગ શરૂ થતાં જ ગુરુ દત્તનું અવસાન થયું. જે બાદ ફિલ્મ સ્થગિત કરવામાં આવી હતી. આ પછી ફિલ્મના ડાયરેક્ટર કે આસિફે ગુરુ દત્તની જગ્યાએ સંજીવ કુમારને કાસ્ટ કર્યા હતા. આ પછી, 1970 માં ફિલ્મનું મૂવી નિર્માણ ફરીથી શરૂ થયું હતું. પરંતુ 9 માર્ચ, 1971ના રોજ ડિરેક્ટર કે આસિફનું અવસાન થયું હતું. આથી ફિલ્મને અટકાવવામાં આવી હતી. આ પછી આસિફની પત્ની અખ્તર આસિફે નિર્માતા અને નિર્દેશક કે બોકાડિયાની મદદ લઈને આ અધૂરી ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ફિલ્મ પૂરી થઈ હતી. આ પછી આ ફિલ્મ 27 મે, 1986ના રોજ રીલિઝ થઈ હતી. પરંતુ તેની રિલીઝ પહેલા જ મુખ્ય અભિનેતા સંજીવ કુમારનું 1985માં અવસાન થયું હતું.