For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયોના સેમ્પલ પેપરો ડાઉનલોડ કરી શકાશે

02:31 PM Sep 07, 2025 IST | Vinayak Barot
ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયોના સેમ્પલ પેપરો ડાઉનલોડ કરી શકાશે
Advertisement
  • શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રોના પરિરૂપ જાહેર કરાયા,
  • વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની રચના અને સમય વ્યવસ્થાપન સમજવામાં સહાય મળશે,
  • સેમ્પલ પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓ લખવાની અને સમજવાની ઝડપ વધારી શકશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા ધોરણ 10 અને 12ના જનરલ અને સાયન્સ પ્રવાહ માટેના મુખ્ય વિષયોના સેમ્પલ પ્રશ્નપત્રોના પરિરૂપ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી સેમ્પલ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી શકશે. નમુનાના પ્રશ્નપત્રથી પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની રચના અને સમય વ્યવસ્થાપન સમજવામાં સહાય મળશે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા ધોરણ 10 અને 12ના સાયન્સ અને જનરલ પ્રવાહના મુખ્ય વિષયોના સેમ્પલ પ્રશ્નપત્રો જાહેર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે વિવાદ થતાં આ વર્ષે સામાન્ય અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રના વિભાગ જુદા કર્યા છે.બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તે સમજવામાં વિદ્યાર્થીઓને સરળતા રહેશે વિદ્યાર્થીઓ સેમ્પલ પ્રશ્નપત્રની મદદથી પરીક્ષાની રણનીતિ તૈયાર કરી શકશે.

રાજ્યમાં આશરે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને સેમ્પલ પ્રશ્નપત્રોથી અભ્યાસ કરવાથી પરીક્ષાની તૈયારીમાં સીધો ફાયદો થશે. શિક્ષકોના મતે આ પગલું વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારશે અને પરીક્ષાનો તણાવ ઘટાડશે. સાથે સાથે સેમ્પલ પ્રશ્નપત્રો સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓ તેમની લખવાની અને સમજવાની ઝડપ પણ વધારી અને સુધારી શકશે.

Advertisement

શિક્ષણ બોર્ડે તાજેતરમાં જ ધો.10 અને 12ના બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ બહાર પાડ્યા છે જેમાં ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિત, બેઝિક ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી એમ 05 વિષયના પેપર બહાર પાડ્યા છે. ધોરણ-12 કોમર્સમાં મનોવિજ્ઞાન, ભૂગોળ, તત્ત્વજ્ઞાન, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આંકડાશાસ્ત્ર એમ 7 વિષયના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. જ્યારે ધો.12 સાયન્સમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને અંગ્રેજીના પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કર્યા છે.

Advertisement
Tags :
Advertisement