For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના નાના રણમાં માવઠાને લીધે મીઠાના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો થશે

05:40 PM Nov 13, 2025 IST | Vinayak Barot
કચ્છના નાના રણમાં માવઠાને લીધે મીઠાના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો થશે
Advertisement
  • સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં 25 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે,
  • મીઠું પકવવાની સીઝન શરૂ થતાં જ માવઠુ પડ્યુ,
  • કચ્છના નાના રણમાં હજુ પણ પાણી ભરાયેલા છે,

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠુ પકવે છે. દિવાળી બાદ મીઠાની સીઝન શરૂ થતાં અગરિયાઓ પરિવાર સાથે રણ વિસ્તારમાં પહોંચ્યા હતા.ત્યા જ માવઠું પડતા રણ વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. તેના લીધે અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. સીઝનમાં રણ વિસ્તારમાં 25 લાખ ટન મીઠાનું ઉત્પાદન થતું હોય છે. હવે માવઠાને લીધે મીઠાના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.

Advertisement

દેશના કુલ 3 કરોડ મે.ટન મીઠાના ઉત્પાદનમાંથી અંદાજે 75 % એટલે કે 2.25 કરોડ મે.ટન મીઠું ગુજરાતમાં પાકે છે. જેમાંથી 25 લાખ મે.ટન મીઠું સુરેન્દ્રનગર જિલ્લામાં પાકે છે. રણની જમીનમાં ઘટતા જતા બ્રાઇનના પ્રમાણ અને દરિયા કાંઠે ઉત્પન્ન થતાં મીઠાં સામે ઉત્પાદન કોસ્ટ વધુ હોવાથી ટકવું મુશ્કેલ બનતા આવનારા બે વર્ષમાં ગાંગડાવાળું મીઠું જ ભૂતકાળ બનશે, જયારે કચ્છના નાના રણમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ગમે ત્યારે વરસાદ થતાં મીઠાનું ઉત્પાદન 25 % જેટલું ઘટશે. એક સમયનો ગુજરાતનો ગૌરવસમો મીઠા ઉદ્યોગ નામશેષ થવાના આરે પહોંચ્યો છે.

કચ્છના નાના રણમાં અગરિયાઓ પરંપરાગતરીતે ઓર્ગેનિક મીઠાની ખેતી કરે છે. આ ઓર્ગેનિક મીઠામાં મેગ્નેશિયમ અને કેલ્શીયમ જેવા ન્યુટ્રેશિયન મફતમાં મળે છે. આજે ટેકનોલોજીની સગવડ અને સરકારના અનેક વિભાગો છતાં રણમાં અગરિયાઓની ચોક્કસ સંખ્યા કેટલી તેનો કોઇ નક્કર આંકડો નથી. આ વર્ષે અગરીયા પરિવારો રણમાં જઈને મીઠું પકવવાની એક મહિનો મહેનત કરી ત્યાં ફરી વરસાદ ખાબકતા અગરીયા સમુદાયને મોટું આર્થિક નુકશાન આવતા પાયમાલ બની ગયા હતા. રણમાં પાણીના તળ દિવસેને દિવસે નીચે જતા બ્રાઇન ઘટવાના લીધે પ્રોડક્શન કોસ્ટ વધતા, દરિયાના પાણીનું મીઠું સફેદ અને ચમકદાર હોવાથી ગ્રાહકો જલ્દી આકર્ષાય છે, દરિયાના મીઠામાં બ્રાઇન ભર્તી વખતે ભરપુર માત્રામાં મળે છે, વડાગરા મીઠામાં જોડાયેલા અગરિયા અને વેપારીઓ પાસે ફાઇનાન્સની અને સંશાધનોની સુવિધા ન હોવાથી તેઓ માર્કેટિંગ કરી શકતા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement