હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

આતંકવાદ સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ સલમાનને રેરવાંડાથી ભારત પરત લવાયો

02:15 PM Nov 28, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ગ્લોબલ ઑપરેશન સેન્ટરે આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે એનઆઈએ દ્વારા વોન્ટેડ સલમાન રહેમાન ખાનને રવાંડાથી ભારત મોકલવા માટે એનઆઈએ અને ઇન્ટરપોલ રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો – કિગાલી સાથે ગાઢ સંકલન કર્યું છે.

Advertisement

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુનાહિત ષડયંત્રના ગુનાઓ, આતંકવાદી સંગઠનના સભ્ય હોવાના અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા તેમજ આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ સંબંધિત ગુનાઓ સંબંધિત કેસ નંબર RC28/2023/NIA/DLI નોંધ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો સભ્ય હોવાને કારણે તેને બેંગલુરુ શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વધારવા માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો પ્રદાન કરાવવામાં મદદ કરી હતી. બેંગલુરુ શહેરના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર 149/2023 પણ નોંધવામાં આવી હતી.

NIAના અનુરોધ પર CBIએ 02-08-2024ના રોજ ઇન્ટરપોલથી આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરવામાં આવી હતી અને વોન્ટેડ ગુનેગારને ટ્રેક કરવા માટે વૈશ્વિક સ્તરે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવ્યા હતા. જે બાદ ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરો - કિગાલીની સહાયથી આ વ્યક્તિ રવાંડામાં હોવાનું જાણમાં આવ્યું હતું. NIAની એક સુરક્ષા ટીમ દ્વારા 28-11-2024ના રોજ તેને ભારત પરત લાવવામાં આવ્યો છે.

Advertisement

હાલમાં જ બરકત અલી ખાન, CBI દ્વારા RC 1 (S) 2012 CBI/SCB/મુંબઈમાં વોન્ટેડ રેડ નોટિસ વિષયને ઈન્ટરપોલ ચેનલો દ્વારા સાઉદી અરબમાં જિયોલોકેશન મળી આવ્યું હતું અને સીબીઆઈ સુરક્ષા ટીમ દ્વારા 14-11-2024ના રોજ સાઉદી અરબથી પરત લાવવામાં આવ્યો હતો. તે રમખાણો અને વિસ્ફોટક પદાર્થોના ઉપયોગના ગુના માટે વોન્ટેડ હતો. સીબીઆઈને 06.12.2022ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ વિષય પર રેડ નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી.

સીબીઆઈએ રૈહાન અરબિકલારિક્કલને પરત લાવવા અંગે પણ સંકલન કર્યું હતું, રેડ નોટિસનો વિષય સગીર સાથે બળાત્કાર અને યૌન શોષણ કરવાને લઈને મન્નારક્કડ પોલીસ સ્ટેશન, પટ્ટાંબી, કેરળના કેસ ક્રાઈમ નંબર 331/2022માં વોન્ટેડ હતો. કેરળ પોલીસના અનુરોધ પર સીબીઆઈએ 27-12-2023ના રોજ આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરો - રિયાધની સહાયથી સાઉદી અરબમાં જિયોલોકેશન મળી આવ્યું હતું. જે બાદ કેરળ પોલીસની સુરક્ષા ટીમ સાઉદી અરબ ગઈ અને 10-11-2024ના રોજ વ્યક્તિ સાથે પરત ફરી હતી.

ભારતમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો તરીકે CBI INTERPOL ચેનલો પર સહકાર માટે ભારતમાં તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) સાથે નજીકથી સંકલન કરે છે. 2021થી, આ વર્ષે 26 સહિત 100 જેટલા વોન્ટેડ ગુનેગારોને ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને ભારત પરત લાવવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article