હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સચિન તેંડુલકરે બે દાયકા પહેલા બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ફટકાર્યાં હતા સૌથી વધારે રન

10:00 AM Oct 28, 2024 IST | revoi editor
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે ક્રિકેટ કેરિયરમાં અનેક રોકેર્ડ બનાવ્યાં છે, તેંડુલકરે બનાવેલા મોટાભાગના રેકોર્ડ તોડવા માટે હાલની સ્થિતિ તોડવા અશક્ય લાગી રહ્યાં છે. સચિન તેંડુલકર ODI અને ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, પરંતુ શું તમે જાણો છો કે માસ્ટર બ્લાસ્ટરનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર કયો છે?

Advertisement

ભારતીય ટીમ 2004માં બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ આ પ્રવાસ પર ODI શ્રેણી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. દરમિયાન ઢાકા ટેસ્ટમાં, સચિન તેંડુલકરે તેની ટેસ્ટ કારકિર્દીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. સચિન તેંડુલકરે 379 બોલમાં 248 રનની અણનમ ઇનિંગ રમી હતી. માસ્ટર બ્લાસ્ટરે પોતાની ઇનિંગમાં 35 ચોગ્ગા ફટકાર્યા હતા. સચિન તેંડુલકરની ટેસ્ટ કારકિર્દીનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા સચિન તેંડુલકરે ડિસેમ્બર 2003માં ઓસ્ટ્રેલિયા સામે 241 રનની ઇનિંગ રમી હતી.

ઢાકા ટેસ્ટની વાત કરીએ તો બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 526 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી બાંગ્લાદેશનો બીજો દાવ 202 રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે ભારતે બાંગ્લાદેશને એક ઇનિંગ અને 140 રનથી હરાવ્યું હતું. ભારતના ઈરફાન પઠાણને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ઈરફાન પઠાણે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં ઈરફાન પઠાણે 6 વિકેટ ઝડપી હતી. આ રીતે ઇરફાન પઠાણે બંને ઇનિંગ્સમાં મળીને 11 વિકેટ ઝડપી હતી.

Advertisement

Advertisement
Tags :
in a Test against Bangladeshsachin tendulkarScored the most runsTwo decades ago
Advertisement
Next Article