રશિયાનો યુક્રેનના ઉર્જા મથકો પર મિસાઈલ અને ડ્રોનનો હુમલો
જ્યારે વિશ્વ ક્રિસમસની ઉજવણીમાં ડૂબી હતી, ત્યારે રશિયાએ મિસાઇલ હુમલાથી યુક્રેનના ઉર્જા માળખાને તબાહ કરી નાખ્યું હતું. જેના કારણે યુક્રેનના અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. રશિયાએ યુક્રેનિયન પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાથી યુક્રેનમાં થર્મલ પાવર પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. મિસાઈલ હુમલો શરૂ થયા બાદ સ્થાનિક લોકોએ મેટ્રો સ્ટેશન તરફ દોડીને આશ્રય લેવો પડ્યો હતો.
વહેલી સવારે તેના એક થર્મલ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો
યુક્રેનના ઉર્જા પ્રધાન હર્મન હલુશેન્કોએ ફેસબુક પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયાએ ફરીથી ઉર્જા માળખા પર મોટા પાયે હુમલો કર્યો છે. વિતરણ પ્રણાલી ઓપરેટરોએ પાવર સિસ્ટમને નુકસાનની અસરને મર્યાદિત કરવા માટે વપરાશ ઘટાડવા માટે પગલાં લીધાં છે. હલુશેન્કોએ વધુમાં જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બરની વહેલી સવારે તેના એક થર્મલ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે યુક્રેનની વીજળી ગ્રીડ પર રશિયાનો આ 13 મો હુમલો છે. DTEK ના ચીફ એક્ઝિક્યુટિવ મેક્સિમ ટિમચેન્કોએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, શિયાળામાં હીટિંગ સિસ્ટમથી નાતાલની ઉજવણી કરતા લાખો શાંતિપૂર્ણ લોકોને વંચિત રાખવું એ એક વિચલિત અને શેતાની ક્રિયા છે, જેનો જવાબ આપવો જ જોઇએ. ખાર્કિવમાં ઓછામાં ઓછા સાત હુમલાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર શહેરમાં આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.