For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો

03:06 PM Jan 04, 2025 IST | revoi editor
ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નોંધપાત્ર રીતે ઘટીને 4 86 ટકા થયો
Advertisement
  • ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતો
  • 12 વર્ષમાં શહેરી ગરીબી 13.7 ટકાથી ઘટીને 4.09 ટકા થઈ

નવી દિલ્હીઃ ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વપરાશ ખર્ચ સર્વેક્ષણ પરના સંશોધન મુજબ છેલ્લા 12 વર્ષમાં શહેરી ગરીબી 13.7 ટકાથી ઘટીને 4.09 ટકા થઈ છે.

Advertisement

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું આ સંશોધન દર્શાવે છે કે, ગ્રામીણ ગરીબીમાં તીવ્ર ઘટાડાનું કારણ સરકારી સમર્થનના કારણે નબળા વર્ગોમાં વપરાશમાં વધારો છે. સંશોધનમાં જાણવા મળ્યું કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો માત્ર ખાદ્યપદાર્થો પર જ નહીં, પરંતુ કુલ ખર્ચને પણ અસર કરે છે.

સંશોધન મુજબ, શહેરી ગરીબી હજી ઘટાડો આવી શકે છે. એકંદરે, ભારતમાં ગરીબીનો દર હવે ચાર ટકાથી ચાર પૉઇન્ટ પાંચ ટકાની વચ્ચે હોઈ શકે છે. ગ્રામીણ અને શહેરી માસિક માથાદીઠ વપરાશ ખર્ચ વચ્ચેનો તફાવત હવે ઘટીને 69.7 ટકા થયો છે. આ સુધારો મુખ્યત્વે સરકારી પહેલો જેમ કે, ગ્રામીણ માળખાકીય સુવિધાઓનો વિકાસ, ખેડૂતોની આવકમાં વધારો અને ગ્રામીણ આજીવિકામાં નોંધપાત્ર સુધારાના કારણે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement