For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક RTO ઈન્સ્પેક્ટરએ ટ્રકચાલકને ઢોર મારમાર્યો

06:45 PM Jul 05, 2025 IST | revoi editor
અમદાવાદ ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક rto ઈન્સ્પેક્ટરએ ટ્રકચાલકને ઢોર મારમાર્યો
Advertisement
  • ટ્રક ન રોકતા પીછો કરીને બેરિકેડ્સ ફેંકતા ટ્રકને પંકચર પડ્યું,
  • ટ્રક ડ્રાઈવરને નિર્દયતાથી લાકડી વડે ઢોર માર મારતો વિડિયો વાયરલ,
  • ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો

દાહોદ:  ઇન્દોર-અમદાવાદ હાઈવે પર આરટીઓ  ઇન્સ્પેક્ટર લાકડી વડે ટ્રકના ચાલકને માર મારતા હોવાનો વિડિયો વાયરલ થતાં આરટીઓ સામે લોકોમાં નારાજગી ઊભી થઈ છે. દાહોદ આરટીઓમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરે અન્ય બે સ્ટાફ કર્મચારીઓ સાથે મળીને ટ્રક ડ્રાઈવરને મુખ્ય હાઈવે પર જ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ઇન્સ્પેક્ટર ટ્રક ડ્રાઈવરને નિર્દયતાથી લાકડીથી મારતા જોવા મળે છે.

Advertisement

દેવગઢ બારિયા તાલુકાના અસાયડી નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક-ડ્રાઇવરને ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ડ્રાઇવરે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમારે ટ્રક આગળ બેરિકેડ્સ ફેંકીને ટ્રક રોકાવી હતી અને બાદમાં ડ્રાઇવરને ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ડ્રાઇવર અને વીડિયો બનાવનારે આરટીઓ ઇન્સ્પેક્ટર સામે રોફ જમાવવાનો આરોપ મુક્યો છે. બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરે વાતને નકારતાં એવું કહ્યું હતું કે ટ્રક નહોતી રોકી એટલે અમે ખાલી ડ્રાઇવરને ડરાવતા હતા.

આ બનાવની વિગત એવી હતી કે,  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અસાયડી ગામ નજીક ઇન્દોર-અમદાવાદ હાઈવે પર દાહોદના આરટીઓ  ઇન્સ્પેક્ટર વી. કે. પરમાર અને અન્ય સાથી કર્મચારીઓ મળીને ટ્રકનો પીછો કરી બેરિકેડ ફેંકીને ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રક રોકાયા બાદ ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓએ ડ્રાઈવરને ટ્રકની કેબિનમાંથી બહાર ખેંચીને લાકડી વડે માર માર્યો હતો. આ ગંભીર ઘટનાનો એક રાહદારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, ડ્રાઈવરને લાકડી વડે ગંભીર રીતે મારવામાં આવી રહ્યો છે, આ ગંભીર મારપીટના કારણે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને 108 એમ્બ્યુલન્સ મારફતે પીપલોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક સારવાર ચાલુ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આરટીઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો આવા અધિકારી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Advertisement

આ અંગે ટ્રક ડ્રાઇવરએ જણાવ્યું હતું કે, અમે મુંબઈથી દિલ્હી માલ લઈને જઈ રહ્યા હતા. ભથવાડા ટોલનાકા પરથી પસાર થયા બાદ અસાયડી નજીક આરટીઓ અધિકારીએ અચાનક ટ્રકની આગળ બેરીકેટીંગ નાખી દીધું હતું, જેના કારણે ટ્રકનું ટાયર પંચર થઈ ગયું અને હેલ્પરને ઇજા થઈ હતી.અમે દર વખતે એન્ટ્રીના પૈસા આપીને જઈએ છીએ અને આ વખતે પણ પૈસા આપવાની વાત કરી છતાં આરટીઓ અધિકારી અને અન્ય બે વ્યક્તિઓએ મને માર માર્યો હતો.

Advertisement
Tags :
Advertisement