For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

RSSનો શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઊજવવામાં આવશેઃ ડો. ભાડેસિયા

06:13 PM Sep 22, 2025 IST | Vinayak Barot
rssનો શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઊજવવામાં આવશેઃ ડો  ભાડેસિયા
Advertisement
  • વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે.
  • ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,0000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે.
  • 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્ક થશે.

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ) કહ્યું કે હાલમાં દેશભરમાં 95,848 શાખાઓના માધ્યમથી વ્યક્તિ નિર્માણનું કરી સતત ચાલી રહ્યું છે.

Advertisement

તેમણે કહ્યું કે શતાબ્દી વર્ષમાં ગુજરાત રાજયમાં વિભિન્ન કાર્યક્રમોની હારમાળા ચાલવાની છે. શતાબ્દી વર્ષ નિમિતે સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સજ્જન શક્તિને સાથે લઈને વિભિન્ન પ્રકારના કાર્યક્રમોના રૂપમાં ઉજવવામાં આવશે. જેમાં વિજયાદશમી ઉત્સવનાં કાર્યક્રમોમાં સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ‌ સહભાગી થવાના છે જેમાં પદ્મશ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરા, ડો. વિક્રમભાઈ શાહ (શેલ્બી હોસ્પિટલ),  સાંઈરામ દવે (પ્રસિદ્ધ લોકસાહિત્યકાર),  ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર),  રમેશભાઈ ઠક્કર (શ્રીજી ગોશાળા),શ્રી રવિભાઈ ત્રિપાઠી (રિટાયૅડ હાઇકોર્ટ જ્જ ),શ્રી આર.પી. પટેલ (પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન),  કલ્પેશભાઈ સોની (ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર વંશ-2 ), વૈષ્ણવચાયૅ પૂજ્ય દ્વારકેશલાલજી કડીવાલા,  મોહનભાઈ બાવરી – ધૂમંતું સમાજ કાર્ય, અખિલ ભારતીય પ્રમુખ, સુરજિતસિંહ બગ્ગા- ગુરુદ્વારા કમિટી પ્રમુખ, પૂજ્ય પી.પી. સ્વામી, સ્વામિનારાયણ મંદિર, કાલુપુરનો સમાવેશ થાય છે.

વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે. તેમજ ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,0000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે. જેના અંતર્ગત 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્કની યોજના છે. સમાજને સાથે રાખીને 4,670 હિન્દુ સંમેલનો થશે જેમાં 13,70,000 જેટલા લોકો ભાગ લેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement