For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના એરપોર્ટના રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા મહિને 20 લાખનો ખર્ચ

05:02 PM Apr 01, 2025 IST | revoi editor
અમદાવાદના એરપોર્ટના રન વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા મહિને 20 લાખનો ખર્ચ
Advertisement
  • બર્ડહીટ ન થાય તે માટે સ્ટાફ સતત એરપોર્ટ પર દેખરેખ રાખે છે
  • ફટાકડા ફોડીને પક્ષીઓને ભગાડવામાં આવે છે
  • વાંદરા પર રન-વે પર ન આવી જાય તેની તકેદારી રાખવામાં આવે છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર ફ્લાઈટ્સ બર્ડહીટનો ભોગ ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવતી હોય છે. રન-વે પરથી વાંદરા અને પક્ષીઓને ભગાડવા માટે દર મહિને 20 લાખ રૂપિયાના ફટાકડા ફોડવા પડે છે. ફટાકડા ના ફોડાય ત્યાં સુધી વાંદરા કે પક્ષીઓ જતાં નથી તેથી એરપોર્ટનો સ્ટાફ ફ્લાઈટ ઉપડવાની હોય ત્યાં પહેલેથી ફટાડકા લઈને પહોંચી જાય છે. આખો દિવસ સમયાંતરે ફૂટતા ફટાકડાના કારણે એરપોર્ટ પર ધુમાડો પણ છવાઈ જતો હોય છે.

Advertisement

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર રોજ 250થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટની અવરજવર થતી હોય છે. રોજના 10,000 જેટલા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના પ્રવાસીઓ અવર-જવર રહેતી હોય છે. આ પૈકી મોટા ભાગની ફ્લાઈટના ટેક ઓફ સમયે રન-વે પર પક્ષીઓ કે વાંદરા આવી જતા હોય છે. જેના કારણે બર્ડ હિટ થવાનો ખતરો રહે છે. ફ્લાઈટના ટેક ઓફ સમયે જો પક્ષી અથડાઈ જાય તો ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે અને ફ્લાઈટનું એન્જિનિયરો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ જ ફ્લાઈટને ટેક ઓફ કરવામાં આવે છે.  આ ખતરાને ટાળવા માટે ફટાકડા ફોડવા માટે ગ્રાઉન્ડ ઉપર માણસો 24 કલાક માટે રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના બને નહીં. એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ફલાઈટના લેન્ડિંગ પહેલા ફટાકડા ફોડવામાં આવતા હોય છે. એક અંદાજ પ્રમાણે મહિનામાં 15 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયાના ફટાકડા ફ્લાઈટ ઉપડે તે પહેલા ફોડવામાં આવે છે.

એરપોર્ટના સૂત્રોના કહેવા મુજબ ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં પાંચથી સાત બર્ડ હિટની ઘટના બની હતી. જો કે ફટાકડા ફોડવાનું ચાલુ કરાયું પછી અત્યાર સુધીમાં આવી કોઈ ઘટના સામે આવી નથી સેલિબ્રિટીઓ તેમજ ઉદ્યોગપતિઓની અવરજવર પણ થતી હોય છે, ચાર્ટર્ડ પ્લેનની પણ અમદાવાદ એરપોર્ટ પરથી મુવમેન્ટ સૌથી વધારે છે.  આ કારણે હવે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સિવાય પણ બે વીઆઈપી ગેટ રાખવામાં આવ્યા છે એક ગેટ ગેરેજ સેલની બાજુમાં અને બીજો ગેટ ડોમેસ્ટિક બિલ્ડિંગની બાજુમાં રાખવામાં આવ્યો છે જે ફક્ત વીવીઆઈપી માટે જ રાખવામાં આવ્યો છે. કેટલાક કેસમાં સેલિબ્રિટી પણ આ ગેટનો ઉપયોગ કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement