રિષભ પંતે અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ બચાવનાર બે વ્યક્તિઓને આપી ખાસ ભેટ
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો 2022માં કાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. પરંતુ તેને બે લોકોએ બચાવી લીધો હતો. પંત એ લોકોને હજુ ભૂલ્યા નથી. તેમનો જીવ બચાવનાર બંને લોકોને તેમણે ખાસ ભેટ આપી હતી. તેણે બે સ્કૂટર ભેટમાં આપ્યા હતા. પોતાનો જીવ બચાવનાર બે વ્યકિતઓને પંતે આપેલી ખાસ ભેટને લઈને ઓસ્ટ્રેલિયન મીડિયાએ પંતની પ્રશંસા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઋષભ પંત એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યો હતો. પંતની કારનો અકસ્માત થયા બાદ બે લોકોએ તેમને બચાવ્યા હતા. પંતને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પછી ઋષભને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઋષભે જીવ બચાવનાર બે વ્યક્તિઓને સ્કૂટર ગિફ્ટ કર્યું છે. પંતના આ પગલાના વખાણ થઈ રહ્યા છે. તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. ઓસ્ટ્રેલિયાની એક ચેનલ સેવન પ્લસે પંતનો વીડિયો શેર કર્યો છે. કાર અકસ્માત બાદ પંત લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો હતો. આ સાથે તેણે IPLની એક સિઝન પણ છોડી દીધી હતી. આપીએલમાં હાલની સ્થિતિએ સૌથી મોંઘો ખેલાડી બન્યો છે, તે આઈપીએલમાં 27 કરોડમાં વેચાયો છે.