ચેંપિયન્સ ટ્રોફીની ફાઈનલમાં વરસાદના વિઘ્નને ધ્યાનમાં રાખી રિઝર્વ ડે રખાયો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ICC ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી છે. આ સાથે જ વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ તાજેતરમાં ECB અધ્યક્ષ સાથે બેઠક કરી હતી. આ પછી UAEના નામને મંજૂરી આપવામાં આવી હતી. હવે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચનું આયોજન થઈ શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે રમાઈ શકે છે. જો ફાઈનલના દિવસે વરસાદ પડે તો તેના માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો 9 માર્ચે વરસાદ થશે તો મેચ 10 માર્ચે રમાશે. ફાઈનલ મેચને લઈને અન્ય નિયમો છે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો ઓવરો ઓછી કરીને મેચ યોજી શકાય છે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચે છે તો યુએઈમાં થઈ શકે છે. આ જ નિયમ ફાઈનલ મેચ માટે પણ લાગુ પડશે. જો બીજી સેમિફાઇનલમાં વરસાદ પડે તો તેના માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે. જો કે, શારજાહ અને અબુ ધાબી પણ વિકલ્પો છે.