રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા ચુકવણી એગ્રીગેટર્સ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી
રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા માટે ચુકવણી એગ્રીગેટર્સ PA માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્પષ્ટ રિફંડ સમય મર્યાદા, મજબૂત ડેટા સુરક્ષા અને છેતરપિંડી નિવારણ પ્રણાલીઓ સાથે બોર્ડ-મંજૂર વિવાદ નિવારણને આ માર્ગદર્શિકા ફરજિયાત બનાવાઇ છે.
ડિજિટલ છેતરપિંડીના વધતા જોખમોને ઘટાડવા માટે, PAs એ છેતરપિંડી શોધ અને નિવારણ માટે સિસ્ટમો સાથે ડેટા સુરક્ષા માળખાગત સુવિધા સ્થાપિત કરવાનું RBI એ પણ ફરજિયાત બનાવ્યું છે .
જ્યારે બેંકોને PAs તરીકે કામ કરવા માટે અધિકૃતતા મેળવવાથી મુક્તિ આપવામાં આવી છે, ત્યારે બિન-બેંક સંસ્થાઓએ RBI ના ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવી આવશ્યક છે. અન્ય નાણાકીય ક્ષેત્રના નિયમનકારો દ્વારા નિયંત્રિત સંસ્થાઓએ પણ તે પ્રાપ્ત થયાના 45 દિવસની અંદરનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવું આવશ્યક હોવાનું પરિપત્રમાં જણાવાયું છે.