For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન યથાવત, રસ્તા શરૂ કરવા માટે સેનાએ કમાન સંભાળી

04:18 PM Aug 11, 2025 IST | revoi editor
ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન યથાવત  રસ્તા શરૂ કરવા માટે સેનાએ કમાન સંભાળી
Advertisement

નવી દિલ્હીઃ ઉત્તરકાશી જિલ્લાના ધારાલી વિસ્તારોમાં વાદળ ફાટ્યા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે UPCL ના કાર્મચારીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. વહીવટીતંત્ર, સશસ્ત્ર દળો અને અન્ય એજન્સીઓએ સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક પ્રયાસો શરૂ કર્યા છે. તો ધરાલીથી ગંગાનીને જોડનાર લીંચીઘાટ પુલ શરુ થતા વાહનોની અવર-જવર શરુ થઇ છે.

Advertisement

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને રાહત કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે.. ધરાલીને જોડતા માર્ગો ત્રણ જગ્યાએથી સંપૂર્ણ ધરાશાયી થયા છે. જેથી માર્ગ દ્વારા હજુ સુધી રાહત બચાવ કામગીરી માટે  પહોચવામાં સફળતા નથી મળી.મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, કે  વીજળી અને મોબાઈલ સેવાઓ શરુ કરવામાં આવી છે....માર્ગ સેવાઓ શરુ કરાવવી એ સરકારની પ્રાથમિકતા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement