વકફ બિલમાં આદિવાસી જમીનના સંરક્ષણ માટે જોઈવાઈઓની ભલામણ કરાઈ
2 એપ્રિલના રોજ, વક્ફ બોર્ડની જોગવાઈઓમાં સુધારા અંગે લોકસભામાં ચર્ચા શરૂ થઈ અને મોડી રાત્રે બિલ 288 મતોથી પસાર થયું હતું. બીજી તરફ અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના ગુજરાત એકમ, જનજાતિ કલ્યાણ આશ્રમે થોડા સમય પહેલા JPC સમક્ષ આદિવાસીઓનો પક્ષ રજૂ કરતી એક મેમોરેન્ડમ રજૂ કર્યું હતું. દેશના અન્ય સ્થળોએ પણ, ફક્ત કલ્યાણ આશ્રમે જ JPC સમક્ષ અનુસૂચિત જનજાતિઓનો પક્ષ રજૂ કર્યો હતો અને આ કારણે, JPCએ તેના અહેવાલમાં સરકારને વકફ બિલમાં આદિવાસી જમીનના રક્ષણ માટે જોગવાઈઓ કરવાની ભલામણ કરી હતી. તેમ જનજાતી કલ્યાણ આશ્રમના પ્રાંત પ્રમુખ રતિભાઈ સુવેરાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી વનવાસી કલ્યાણ આશ્રમના સતત પ્રયાસોનું પરિણામ છે કે કાયદા અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જાહેરાત કરી કે આદિવાસીઓની જમીન; બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ હેઠળની આદિવાસી જમીનો વકફના કાર્યક્ષેત્રની બહાર રહેશે.
વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, હું આદિવાસીઓની જમીનનું રક્ષણ કરવા બદલ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો ખૂબ આભારી છું અને અભિનંદન આપું છું! જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પણ આદિવાસીઓની ભૂમિ છે. દેશને સુરક્ષિત રાખવા બદલ હું ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું.