દિલ્હીમાં પ્રદુષણ માટે પંજાબ-હરિયાણાના ખેડૂતો જવાબદાર નહીં હોવાનો રિપોર્ટમાં ખુલાસો
નવી દિલ્હીઃ સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના તાજેતરમાં રિપોર્ટમાં દિલ્હીમાં પ્રદુષણને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2025માં દિલ્હી છઠ્ઠા ક્રમનું સૌથી પ્રદુષિત શહેર રહ્યું છે. ગાઝિયાબાદ અને નોઈડાના આસપાસના વિસ્તારો ઓક્ટોમાં પ્રદુષણ મામલે દિલ્હીથી આગળ હતી. આ રિપોર્ટમાં દેશના કેટલાક વિસ્તારમાં ખરાબ થઈ રહેલી હવાની સમસ્યાનો ઉલ્લેખ કરાયો છે. જેમાં સિંધુ-ગંગાના મેદાની વિસ્તારો, ખાસકરીને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર(એનસીઆર) સૌથી ઉપર છે. ઓક્ટોબરમાં દિલ્હીમાં ખરાબ થતી હવા મામલે કેટલાક વર્ષોથી પંજાબ અને હરિયાણાના ખેડૂતોને દોષ આપવામાં આવતો હતો.
કેટલાક નેતાઓએ પોતાના નિવેદનમાં દિલ્હીમાં પ્રદુષણ મામલે પંજાબ-હરિયાણામાં ખેડૂતો દ્વારા સળગાવાતી પરાલીને જવાબદાર ગણાવ્યું હતું. પરંતુ રિપોર્ટમાં તમામ દાવાઓને ફગાવી દેવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર, ઓક્ટોબરમાં દિલ્હીના પોર્ટિકુલેટ મેટરમાં પરાલી સળગાવવાની ભાગીદાગી છ ટકા કરતા પણ ઓછી હતી. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, દિલ્હીમાં ખરાબ હવા માટે ખેડૂતો જવાબદાર નથી. પરંતુ પ્રદુષણ વધારાનું કારણ ફેકટરીઓ, ટિરેફિક અને દિવાળીના ફટાકડાને જવાબદાર ગણાવ્યાં છે. તેમજ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન જેવા સીઝનલ પ્લાનનો ખુબ ઓછી રીતે લાગુ કરવાની કમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હરિયાણાનું ધારુહેડા ઓક્ટોબર મહિનામાં સૌથી પ્રદુષિત શહેર રહ્યું હતું. અહીં બે દિવસ ગંભીર અને નવ દિવસ ખુબ ખરાબ એક્યુઆઈવાળા રહ્યાં હતા. જ્યારે મેઘાલયનું શિલાંગ સૌથી સ્વચ્છ શહેર રહ્યું છે. કર્ણાટક અને તમિલનાડુ પણ સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ છે. સૌથી પ્રદુષિત 10 શહેરોમાં રોહતક, ગાઝિયાબાદ, નોઈડા, વલ્લભગઢ, ભિવાડી, ગ્રેટર નોઈડા, હાપુર અને ગુડગાંવનો સમાવેશ થાય છે. જે ખાસ કરીને એનસીઆર અને હરિયાણામાં કેન્દ્રીત છે.