For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બિમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપોઃ કોંગ્રેસ

05:32 PM Nov 24, 2025 IST | Vinayak Barot
મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બિમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપોઃ કોંગ્રેસ
Advertisement
  • વડોદરા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું,
  • BLOની કામગીરી દરમિયાન મૃત્યુ માપેલા કર્મચારીઓના પરિવારને નોકરી-સહાય આપવા માગણી,

વડોદરાઃ ગુજરાતમાં મતદાર સુધારણા (SIR)નું કામ ચાલી રહ્યું છે. જેમાં બીએલઓ અને સહાયક બીએલઓની કામગીરી શિક્ષકો સહિત કર્મચારીઓને સોંપવામાં આવી છે. શિક્ષકોએ તો શાળાઓમાં ભણાવવાની કામગીરી બાદ બીએલઓ તરીકેની કામગીરી કરવી પડે છે. કામના અસહ્ય ભારણને લીધે શિક્ષકો અને કર્મચારીઓ માનસિક યાતના વેઠી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કે, વડોદરામાં BLO સહાયકનું મોત વધારે પડતા કામના ભારણને લઈ થયું છે. તેઓના પરિવારને નોકરી અને આર્થિક સહાય તાત્કાલિક આપવામાં આવે. આ સાથે જ વધુ પડતા કામના ભારણમાંથી બીમાર કર્મીઓને મુક્ત કરવામાં આવે એવી માંગ કરી છે.

Advertisement

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ અમે ત્રણવાર રજૂઆત કરી છે તેનું કોઈ પરિણામ મળ્યું નથી. વડોદરા શહેરમાં SIR કામગીરીમાં BLO સહાયક બહેને જીવ ગુમાવ્યો છે અને તેઓને હાર્ટ અટેક આવ્યો હતો. આજે બહેનોએ સ્કૂલ, ઘર અને આ કામગીરીના કારણે વધુ પડતો લોડ હોવાથી આ ઘટના બની છે. તેઓના પરિવારને આર્થિક સહાય અને બીજા લાભ મળવા જોઈએ.

વધુમાં કહ્યું કે, બીજા જે BLO કે સહાયક કામગીરી કરી રહ્યા તેઓમાં કોઈને બીમારી હોય તેઓને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ સાથે એકેડેમિક વર્ક ચાલે છે તેઓને પણ રજા આપો જેથી એક કામ સારી રીતે થાય અને આવી ઘટના ન બને. પરંતુ સરકારી કચેરીઓ દ્વારા એક શિક્ષકને ત્રણ-ત્રણ અને ચાર-ચાર ગામ એકસાથે આપે છે તેના કારણે વધારે વર્કલોડ થાય છે. અમારી માંગ છે કે, ત્રણ મહિના સુધી આ કામગીરી લંબાવવામાં આવે એવી માંગ છે.

Advertisement

વધુમાં કહ્યું કે, SIR કામગીરી પર અમને બધાને સવાલ છે, આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ મતદાર યાદી પ્રમાણે મતદાન કરાવી મ્યુનિ. કોર્પોરેશનમાં ગડબડ કરાવવી છે. કારણ કે વડોદરામાં ભાજપનો વિરોધ બહુ જ છે, પ્રજાજનો ભાજપથી કંટાળી ગયા છે. ત્યારે ભાજપના નેતાઓએ ભેગા થઈ આખું ષડયંત્ર રચ્યું છે. બહારની જેમ અહીંયા પણ મતદારોના નામ કાઢી નાખશે તેઓ લોકોમાં ભય છે. આ બાબતે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

Advertisement
Tags :
Advertisement