આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર
ટૂંક સમયમાં પોતાના પસંદગીના ઈન્સ્ટાગ્રામ સ્ટાર્સથી ચેટ કરી શકશે. જી હા... ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં તેની જાહેરાત કરી છે. અમુક ખાસ યૂઝર્સને ઈન્સ્ટાગ્રામ મેસેજમાં ફેમસ ક્રિએટર્સ પર આધારિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ચેટબોક્સ દેખાશે. અત્યાર માટે માત્ર અમેરિકામાં જ આ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, આગામી કંઈક અઠવાડિયામાં અમેરિકાના યૂઝર્સને પોતાના પસંદગીના ક્રિએટર્સ અને તેની પસંદ સાથે જોડાયેલા વિષયો પર આધારિત AI ચેટબોટ્સ ઈન્સ્ટાગ્રામ પર દેખાશે.
અસલી અને નકલીમાં કેવી રીતે ખબર પડશે ફર્ક?
જોકે, ગભરાવાની જરૂર નથી. અસલી ક્રિએટર અને ચેટબોટ વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જાણી શકાશે. દરેક ચેટબોટ સાથે એ લખવામાં આવશે કે તે "AI" છે. તેનાથી તમને એ ખબર પડી જશે કે તમે AI સાથે વાત કરી રહ્યા છો, ના કે અસલી વ્યક્તિ સાથે. હાલમાં ફક્ત 50 પસંદગીના ક્રિએટર્સ જ આ પરીક્ષણનો ભાગ છે. તેઓ Meta સાથે મળીને પોતાનું AI વર્ઝન બનાવી રહ્યા છે. આ ડિજિટલ લુકલાઈક્સ ચાહકોના પ્રશ્નોના જવાબ આપી શકે છે. મેટાને આશા છે કે ઓગસ્ટ સુધીમાં આ ફીચર દરેક માટે લોન્ચ થઈ જશે.
ઝકરબર્ગે કહ્યું કે નિર્માતાની પ્રોફાઇલ પર "Message" બટન દેખાશે. તેને દબાવતા જ તમે તેમના AI વર્ઝન સાથે ચેટ કરી શકશો. તેનાથી એ પણ સ્પષ્ટ થશે કે તમે કોઈ માણસ સાથે નહીં પરંતુ ચેટબોટ સાથે વાત કરી રહ્યા છો, કારણ કે દરેક મેસેજ સાથે "AI" અને "beta" લખવામાં આવશે.
શું ફેમસ લોકો સુધી સીમિત રહેશે આ ચેટબોર્ટ?
પરંતુ માત્ર ફેમસ લોકો સુધી આ સીમિત રહેશે નહીં. ઝુકરબર્ગને આ ટેક્નોલોજીને લઈને ઘણા મોટા સપના છે. જે ઈચ્છે છે કે દરેક ક્રિએટર અને ભવિષ્યમાં દરેક નાના બિઝનેસ પોતાનો AI ચેટબોટ બનાવી શકે. આ કદમ સાથે, મેટા ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઇ જેવી અન્ય મોટી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરી રહી છે. આ તમામ કંપનીઓ સાથે મળીને શ્રેષ્ઠ AI ચેટબોટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.અમને હજી સુધી એ ખબર નથી કે દરેક વ્યક્તિ આ AI ચેટબોટ્સ સાથે ક્યારે ચેટ કરી શકશે, પરંતુ મેટા પ્રવક્તા કહે છે કે તેઓ "વધુ માહિતી ટૂંક સમયમાં શેર કરવા માટે ઉત્સાહિત છે." એટલા માટે, તમારા Instagram મેસેજ પર નજર રાખો. તમે ટૂંક સમયમાં તમારા મનપસંદ સ્ટારના AI સંસ્કરણ સાથે વાત કરી શકો છો.