નિયમિત નેઈલ પોલીસ કરવાથી લાંબાગાળે થઈ શકે છે આરોગ્યને ખુબ ગંભીર અસર
યુવતીઓ સુંદરતા વધારવા મેકઅપનો ઉપયોગ કરે છે. તેમ હાથને આકર્ષક બનાવવા નખ પર નેઈલ પોલિશ કરી છે. બજારમાં ઘણા પ્રકારના નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. ફક્ત નેઈલ પોલિશ જ નહીં આજે નેઈલ આર્ટનો જમાનો છે. હાથને આકર્ષક બનાવવા સતત નખ પર કરાતી નેઈલ પોલિશનો ક્રેઝ યુવતી હોય કે મહિલા તેમના માટે વધુ જોખમી બની શકે છે.
હાથને આકર્ષક બનાવવાનો શોખ જોખમી બની શકે છે. ગમે તેટલી સારી ગુણવત્તાવાળી નેઇલ પોલીશનો ઉપયોગ કરો છતાં પણ તે તમારા માટે નુકસાનકારક છે. કારણ કે નખ પર સતત કરાતી નેઈલ પોલિશમાં કેટલાક કેમિકલ્સ રહેલા છે. અને આ કેમિકલ્સના સતત સંપર્કમાં આવતા મહિલાઓના શરીરમાં તે પ્રવેશે છે. જે તેમના આરોગ્ય માટે ખતરારૂપ બની શકે છે.
સતત નેઈલ પોલિશ કરવાથી નખને શ્વાસ લેવાનો સમય નહીં મળે અને નખ નબળવા પડવા લાગશે. નેઈલ પોલિશમાં ટોલ્યુએન, ફોર્માલ્ડીહાઇડ વગેરે જેવા કેમિકલ્સ રહેલા છે. આ કેમિકલ્સના કારણે નખમાં ભેજ ઘટશે અને આપમેળે તૂટવા લાગશે. સતત નેઇલ પોલીશ કરવાથી નખ કુદરતી ચમક ગુમાવશે અને પીળા થવા લાગશે.હંમેશા તમે નખ રંગશો તો કેમિકલ્સના કારણે આંગળીઓમાં ચેપ લાગવાનું જોખમ રહેશે. આ ઉપરાંત નેઈલ કલર દૂર કરવા ઉપયોગમાં લેવાતું નેઈલ રીમૂવર પણ નુકસાન કરે છે.