For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચોખા, ઘઉં, મકાઈ, મગફળી અને સોયાબીનનું રેકોર્ડ ઉત્પાદન થયું

10:00 PM Mar 11, 2025 IST | revoi editor
ચોખા  ઘઉં  મકાઈ  મગફળી અને સોયાબીનનું રેકોર્ડ ઉત્પાદન થયું
Advertisement

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ અને રવી)ના ઉત્પાદનનો બીજો આગોતરો અંદાજ જાહેર કર્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્ય કૃષિ પાકોના આંકડાને મંજૂરી આપીને જાહેર કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત કામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૃષિ મંત્રાલય વિવિધ યોજનાઓ મારફતે ખેડૂતોને સહાય અને પ્રોત્સાહન પ્રદાન કરે છે, જેના પરિણામે કૃષિ પાક ઉત્પાદનમાં વિક્રમી વધારો થયો છે.

Advertisement

રાજ્યો પાસેથી પ્રાપ્ત પાકના વિસ્તારને રિમોટ સેન્સિંગ, વીકલી ક્રોપ વેધર વોચ ગ્રૂપ અને અન્ય એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીને માન્યતા આપવામાં આવી છે. ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (ડીઓએ એન્ડ એફડબ્લ્યુ)એ ઉદ્યોગ અને અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સાથે ખરીફ અને રવી સિઝન માટે તેમના અભિપ્રાયો અને લાગણીઓ જાણવા માટે સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનની પહેલ કરી હતી. અંદાજોને આખરી ઓપ આપતી વખતે આ અંગે પણ વિચારણા કરવામાં આવી છે. વધુમાં, ઉપજના અંદાજો ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ્સ (સીસીઇ), અગાઉના વલણો અને અન્ય ફાળો આપનાર પરિબળો પર આધારિત છે.

વિવિધ પાકો (ખરીફ અને રવી)ના ઉત્પાદન ઉપર નજર કરીએ તો ખરીફ અનાજ – 1663.91 એલએમટી/રવી ખાદ્યાન્ન (ઉનાળા સિવાય) – 1645.27 એલએમટી, ખરીફ ચોખા – 1206.79 એલએમટી (રેકોર્ડ); રબી ચોખા (ઉનાળો સિવાય) – 157.58 એલએમટી, ઘઉં – 1154.30 એલએમટી (રેકોર્ડ), ખરીફ મકાઈ – 248.11 એલએમટી (રેકોર્ડ); રબી મકાઈ (ઉનાળા સિવાય) – 124.38 એલએમટી, ખરીફ શ્રી અન્ન – 137.52 એલએમટી; રવી શ્રી અન્ન – 30.81 એલએમટી, તુવેર – 35.11 એલએમટી, મસૂરની દાળ – 18.17 એલએમટી, ખરીફ તેલીબિયાં - 276.38 એલએમટી/રવી તેલીબિયાં (ઉનાળા સિવાય) – 140.31 એલએમટી, ખરીફ મગફળી – 104.26 એલએમટી (રેકોર્ડ); રબી મગફળી (ઉનાળો સિવાય) – 8.87 એલ.એમ.ટી., સોયાબીન – 151.32 એલએમટી (રેકોર્ડ), રેપસીડ અને સરસવ – 128.73 એલએમટી, શેરડી – 4350.79 એલએમટી, કપાસ – 294.25 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિગ્રા), શણ – 83.08 લાખ ગાંસડી (પ્રત્યેક 180 કિગ્રા) તથા ખરીફ અનાજનું ઉત્પાદન અંદાજે 1663.91 એલએમટી અને રવી ખાદ્યાન્નનું ઉત્પાદન અંદાજે 1645.27 એલએમટી છે.

Advertisement

ખરીફ ચોખાનું ઉત્પાદન 1206.79 એલએમટી હોવાનો અંદાજ છે. જે વર્ષ 2023-24માં 1132.59 એલએમટી હતું. જે 74.20 એલએમટીનો વધારો દર્શાવે છે. રવી ચોખાનું ઉત્પાદન 157.58 એલએમટી થવાનો અંદાજ છે. ઘઉંનું ઉત્પાદન 1154.30 એલએમટી હોવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષના 1132.92 એલએમટીના ઉત્પાદનની સરખામણીએ 21.38 એલએમટી વધારે છે.

શ્રી અન્ન (ખરીફ)નું ઉત્પાદન અંદાજે 137.52 એલએમટી અને શ્રી અન્ન (રવી)નું ઉત્પાદન અંદાજે 30.81 એલએમટી છે. વધુમાં, ન્યુટ્રી/બરછટ અનાજ (ખરીફ)નું ઉત્પાદન 385.63 એલએમટી અને ન્યુટ્રી/બરછટ અનાજ (રવી)નું ઉત્પાદન 174.65 એલએમટી હોવાનો અંદાજ છે. તુવેર અને ચણાનું ઉત્પાદન અનુક્રમે 35.11 એલએમટી અને 115.35 એલએમટી હોવાનો અંદાજ છે અને મસૂરનું ઉત્પાદન 18.17 એલએમટી હોવાનો અંદાજ છે.

ખરીફ અને રવી મગફળીનું ઉત્પાદન અનુક્રમે 104.26 એલએમટી અને 8.87 એલએમટી હોવાનો અંદાજ છે. ખરીફ મગફળીનું ઉત્પાદન ગયા વર્ષના 86.60 લાખ મેટ્રિક ટન કરતાં 17.66 લાખ મેટ્રિક ટન વધુ છે.સોયાબીનનું ઉત્પાદન 151.32 એલએમટી હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 130.62 એલએમટીના ઉત્પાદનની સરખામણીએ 20.70 એલએમટી વધારે છે અને રેપસીડ અને સરસવનું ઉત્પાદન 128.73 એલએમટી હોવાનો અંદાજ છે. કપાસનું ઉત્પાદન અંદાજે 294.25 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિલોગ્રામનું) અને શેરડીનું ઉત્પાદન 4350.79 એલએમટી હોવાનો અંદાજ છે.

ખરીફ પાકના ઉત્પાદનનો અંદાજ તૈયાર કરતી વખતે પાક કાપણીના પ્રયોગો (સીસીઈ) આધારિત ઉપજને ધ્યાનમાં લેવામાં આવી છે. આ ઉપરાંત તુવેર, શેરડી, એરંડા વગેરે જેવા કેટલાક પાકોના સીસીઈ હજુ પણ ચાલુ છે. રવી પાકનું ઉત્પાદન સરેરાશ ઉપજ પર આધારિત છે અને સીસીઈના આધારે વધુ સારી ઉપજના અંદાજની પ્રાપ્તિ પર એક પછી એક અંદાજોમાં ફેરફારને આધિન છે. વિવિધ ઉનાળુ પાકના ઉત્પાદનનો આગામી ત્રીજી આગોતરી આગાહીમાં સમાવેશ કરવામાં આવશે. આ અંદાજો મુખ્યત્વે રાજ્યો પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. બીજા આગોતરા અંદાજમાં ખરીફ અને રવી મોસમને આવરી લેવામાં આવી છે, ઉનાળાની ઋતુને ત્રીજા આગોતરા અંદાજમાં સામેલ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement