રાજ્યસભાના ઉપસભાપતિ પેનલનું પુનર્ગઠન
11:32 AM Feb 04, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે, રાજ્યસભાના 267મા સત્ર માટે ઉપાધ્યક્ષોની પેનલનું પુનર્ગઠન કર્યું હતું. જેમાં ગૃહના આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં ચાર મહિલા સભ્યો પણ છે.
Advertisement
બજેટ સત્રના ત્રીજા દિવસે ધનખડે ગૃહને જણાવ્યું હતું કે, ડેપ્યુટી ચેરમેનની પેનલનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. કુલ આઠ ડેપ્યુટી ચેરપર્સન તરીકે નામાંકિત થયા છે, જેમાંથી ચાર મહિલા સભ્યો છે. પેનલના ચાર મહિલા સભ્યોમાં સુનેત્રા અજિત પવાર, સુષ્મિતા દેવ, કિરણ ચૌધરી અને સંગીતા યાદવનો સમાવેશ થાય છે. અન્ય ચાર સભ્યોમાં ઘનશ્યામ તિવારી, ડૉ. દિનેશ શર્મા, પી. વિલ્સન અને વિક્રમજીત સિંહ સાહનીનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement