RBIએ ડિજિટલ ફ્રોડ રોકવા માટે લીધો મહત્વનો નિર્ણય
નવી દિલ્હીઃ RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ, બેંકો અને નોન-બેંકિંગ એકમો માટે ખાસ ઇન્ટરનેટ ડોમેન્સ ‘બેંક ડોટ ઇન’અને ‘ફીન ડોટ ઇન’લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ડિજિટલ પેમેન્ટમાં વધી રહેલા છેતરપિંડીના કેસોનો સામનો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મોટું પગલું ભર્યું છે. દ્વિ-માસિક નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક વિશે માહિતી આપતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે,” ડિજિટલ ચુકવણીમાં છેતરપિંડીના વધતા કિસ્સાઓ ચિંતાનો વિષય છે. આનો સામનો કરવા માટે, RBIએ વર્ષે એપ્રિલથી બેંકો માટે એક ખાસ ઇન્ટરનેટ ડોમેન ‘બેંક ડોટ ઇન’શરૂ કરી રહી છે. આ સાથે, આગામી સમયમાં નોન-બેંકિંગ નાણાકીય એકમો માટે ‘ફીન ડોટ ઇન' શરૂ કરવામાં આવશે.”
સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે,” આ પહેલનો ઉદ્દેશ્ય સાયબર સુરક્ષા જોખમો અને 'ફિશિંગ' જેવી દૂષિત પ્રવૃત્તિઓનો સામનો કરવા સાથે સલામત નાણાકીય સેવાઓને સુવ્યવસ્થિત કરવાનો છે.જેથી ડિજિટલ બેંકિંગ અને ચુકવણી સેવાઓમાં વિશ્વાસ વધે. RBI ગવર્નરે કહ્યું કે,” ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેકનોલોજી (IDRBT) ખાસ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરશે. વાસ્તવિક નોંધણી એપ્રિલ 2025 થી શરૂ થશે.”
તેમણે કહ્યું કે,” બેંકો માટે વિગતવાર માર્ગદર્શિકા અલગથી જાહેર કરવામાં આવશે.” રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે, નોન-બેંકિંગ એકમો માટે એક અલગ 'ફિન ડોટ ઇન' શરૂ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે,” સેન્ટ્રલ બેંકે ક્રોસ-બોર્ડર કાર્ડ નોટ પ્રેઝન્ટ ટ્રાન્ઝેક્શનમાં સુરક્ષાનો વધારાનો સ્તર, દાખલ કરવાનો પણ નિર્ણય લીધો છે.”