RBI એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL)ના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL)ના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી, ત્યારે હવે નવા નિયમ આજે મંગળવાર (1 એપ્રિલ, 2025)થી લાગુ. આ ગાઇડલાઇન્સ વર્તમાન જોગવાઈઓની વ્યાપક સમીક્ષા અને સંબંધિત સ્ટેકહોલ્ડર્સ પાસેથી પ્રાપ્ત પ્રતિક્રિયાઓના આધારે તૈયાર કરવામાં આવી છે. SBI રિસર્ચની રિપોર્ટ મુજબ, આ ફેરફારથી MSME, કૃષિ, રિન્યુએબલ એનર્જી, અફોર્ડેબલ હાઉસ અને નબળા વર્ગને આપવામાં આવતી લોનને વેગ મળશે.
- PSL નિયમોમાં ફેરફાર
1. PSLનું કવરેજ વધારવાના ઉદ્દેશ સાથે હાઉસિંગ લોન સહિત અન્ય લોન મર્યાદામાં વૃદ્ધિ
2. રિન્યુએબલ કેટેગરીમાં લોન વર્ગીકૃત કરવાના માપદંડોનું વિસ્તરણ
3. અર્બન કો-ઓપરેટિવ બૅન્કો (UCBs) માટે કુલ PSL લક્ષ્ય સંશોધિત કરી તેમને ઓડિટેડ નેટ બૅન્ક ક્રેડિટ તથા ઑફ બેલેન્સ શીટ એક્સપોઝરના ક્રેડિટ સમતુલ્ય જે પણ વધુ હોય તેના 60 ટકા કરવામાં આવી છે.
4. નબળા વર્ગની કેટેગરી હેઠળ પાત્ર લોનધારકોની સંખ્યામાં વધારો કરવાની સાથે UCBs દ્વારા વ્યક્તિગત મહિલા લાભાર્થીઓને આપવામાં આવતી લોનની મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે.
RBIએ સુધારેલી માર્ગદર્શિકામાં હાઉસિંગ લોનની મર્યાદા અને મકાન કિંમતમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. જ્યાં પહેલા બે કેટેગરી હતી, હવે RBIએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) હેઠળ હાઉસિંગ લોન માટે ત્રણ કેટેગરી નક્કી કરી છે. આ પગલું વિવિધ આવક જૂથોમાં, ખાસ કરીને ટિઅર-IV/V/VI શહેરોમાં ઓછી કિંમતના/અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપશે.
1. લોન મર્યાદામાં વૃદ્ધિ
- શિક્ષણ લોન: પ્રતિ વ્યક્તિ રૂ.25 લાખ સુધી, જેમાં વ્યાવસાયિક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
- સામાજિક માળખાગત સુવિધા: શાળાઓ, પીવાના પાણીની સુવિધાઓ વગેરે સ્થાપવા માટે પ્રતિ ઉધાર લેનાર રૂ.8 કરોડ સુધી.
- હાઉસિંગ લોન (વસ્તીના આધારે પ્રાથમિકતા ક્ષેત્રનું વર્ગીકરણ):
રૂ.50 લાખ – 50 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા કેન્દ્રોમાં.
રૂ.45 લાખ – 10 લાખથી 50 લાખની વસ્તી ધરાવતા કેન્દ્રોમાં.
રૂ.35 લાખ - 10 લાખથી ઓછી વસ્તીવાળા કેન્દ્રોમાં.
2. નવીનીકરણીય ઉર્જા પર ધ્યાન
નવીનીકરણીય ઉર્જા આધારિત પાવર જનરેટર અને જાહેર ઉપયોગિતાઓ જેમ કે શેરી લાઇટિંગ, દૂરના ગામડાઓનું વીજળીકરણ માટે રૂ.35 કરોડ સુધીની લોન.
વ્યક્તિગત મકાનો માટે લોન મર્યાદા: પ્રતિ ઉધાર લેનાર રૂ.10 લાખ.
3. UCBs માટે સંશોધિત PSL ટાર્ગેટ
કુલ PSL ટાર્ગેટ: એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ (ANBC) અથવા ઓફ-બેલેન્સ શીટ એક્સપોઝર (CEOBSE) ના 60%.
સૂક્ષ્મ ઉદ્યોગોને લોન: ANBC ના 7.5%.
નબળા વર્ગોને આપવામાં આવેલી લોન: ANBC ના 12%.
4. નબળા વર્ગની કેટેગરી હેઠળ
સુધારેલી વ્યાખ્યામાં હવે ટ્રાન્સજેન્ડર સમુદાયનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય કેટેગરીમાં નાના અને સીમાંત ખેડૂતો, બિન-સંસ્થાકીય ધિરાણકર્તાઓના દેવામાં ડૂબેલા ખેડૂતો, કારીગરો, સ્વ-સહાય જૂથ (SHG) અથવા સંયુક્ત જવાબદારી જૂથ (JLG)ના વ્યક્તિગત સભ્યો, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST), દિવ્યાંગ, ભારત સરકાર દ્વારા સૂચિત લઘુમતી સમુદાયોનો સમાવેશ કર્યો છે.