અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટને મળ્યો ધમકી ભર્યો મેલ, સુરક્ષા વધારવા કરી તાકીદ
04:52 PM Apr 15, 2025 IST
|
revoi editor
Advertisement
- અયોધ્યા સાયબર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
- ધમકી ભર્યો તમિલનાડુથી આવ્યાનું તપાસમાં ખુલ્યું
- ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લા મેજિસ્ટ્રેટને મળી ધમકી
લખનૌઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ અને ઘણા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. રાત્રે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મેઇલ પર ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે, મંદિરની સુરક્ષા વધારો. જે બાદ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહ્યું છે. ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ, મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
Advertisement
અયોધ્યાની સાથે, બારાબંકી અને ચંદૌલી સહિત અન્ય ઘણા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ધમકીભર્યા મેઇલ મળ્યા છે. બારાબંકી અને ચંદૌલીના જિલ્લા મેજિસ્ટ્રેટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મેઇલ મળ્યા હતા. માહિતી અનુસાર, અયોધ્યા અને અન્ય જિલ્લાઓને ધમકીભર્યો મેઇલ તમિલનાડુથી આવ્યો હતો. સાયબર સેલ આ બધા ઇમેઇલ્સની તપાસ કરી રહ્યું છે.
Advertisement
Advertisement
Next Article