For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી, મહાનગરોમાં શોભાયાત્રા નીકળી

03:51 PM Apr 06, 2025 IST | revoi editor
ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી  મહાનગરોમાં શોભાયાત્રા નીકળી
Advertisement
  • અમદાવાદમાં શોભાયાત્રામાં લવ જેહાદનો ફ્લોટ પોલીસે દૂર કરાવ્યો
  • રાજકોટમાં રાધેશ્યામ ગૌ શાળા સહયોગથી શોભાયાત્રા નીકળી
  • વહેલી સવારથી દર્શન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી

અમદાવાદઃ ગુજરાભરમાં આજે રામનવમીનું પર્વ ભારે આનંદોલ્લાસ સાથે ઊજવાયુ હતુ. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. આજે સવારથી તમામ મંદિરોમાં દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદમાં શોભાયાત્રામાં પોલીસે લવ જેહાદનો ફ્લોટ દુર કરવાનું કહેતા વીએસપીના કાર્યકર્તાઓ સાથે માથાકૂટ થઈ હતી. જોકે પોલીસે પ્રેમથી કાર્યકર્તાઓને સમજાવીને ફ્લોટ દુર કર્યો હતો.

Advertisement

ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત શહેરોમાં ભવ્ય શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદના નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રામાં રાખવામાં આવેલા લવજેહાદના ફ્લોટ્સને પોલીસ દ્વારા મંજૂરી ન આપવામાં આવતા શોભાયાત્રા અટકી ગઈ હતી. પોલીસની સમજાવટથી લવજેહાદના ફ્લોટ્સને દૂર કરી અઢી કલાક બાદ ફરી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી.

રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાધેશ્યામ ગૌ શાળાના સહયોગથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. વડોદરામાં પણ 33 શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. તમામ શોભાયાત્રા દરમિયાન પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદમાં વકફ બિલનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ ચાલી હોય રથયાત્રા દરમિયાન પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વીએચપીના કાર્યકર્તાઓએ શોભાયાત્રામાં જયશ્રીરામના નારા લગાવ્યા હતા.

Advertisement

સુરતનું અનોખું રામમંદિર જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની નહીં, પરંતુ રામ નામ લખેલા મંત્રના પુસ્તકોની પુજા થાય છે. આ મંદિરમાં 1300 કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ રામ મંત્ર લખવામાં આવી રહ્યા છે. રોજ લોકો દર્શને આવે છે અને પ્રદક્ષિણા કરે છે. આજે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આજે એક જ દિવસમાં લાખોની સંખ્યામાં રામમંત્ર લખેલી પુસ્તકો આ મંદિરમાં મુકવામાં આવી હતી

Advertisement
Tags :
Advertisement