For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની ગુકેશ ડીની સિદ્ધિ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં અભિનંદન પાઠવ્યાં

03:03 PM Dec 13, 2024 IST | revoi editor
વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની ગુકેશ ડીની સિદ્ધિ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં અભિનંદન પાઠવ્યાં
Advertisement

નવી દિલ્હીઃ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજે ઉપલા ગૃહમાં ગુકેશ ડીને સૌથી નાની ઉંમરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, “માનનીય સભ્યો,  હું અત્યંત પ્રસન્નતાની સાથે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક શાનદાર ઉપલબ્ધિ શેર કરું છું, જેણે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. આપણા 18 વર્ષીય ચેસ ખેલાડી ડી. ગુકેશે 12મી ડિસેમ્બર, 2024ના રોજ સિંગાપોરમાં એક અદભૂત મુકાબલામાં ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે."

Advertisement

આ અદભૂત વિજય ચેસબોર્ડની બહાર પણ ગુંજી રહ્યો છે. જે વૈશ્વિક ક્ષિતિજ પર દરેક ક્ષેત્રમાં ભારતની ઓળખ બનાવે છે. ગુકેશની અભૂતપૂર્વ જીત માત્ર આપણા રમતગમતના વારસાને જ પ્રતિબિંબિત કરતી નથી પણ ભારતમાં સંશોધનનું પ્રતીક પણ છે, જ્યાં યુવા દિગ્ગજો વિશ્વ મંચ પર છવાઈ જવા આતુર છે. આ ઓલિમ્પિક 2036 ની યજમાની માટે બીડ લગાડવાના આપણા સંકલ્પને વધુ મજબૂત કરે છે. ગૌરવશાળી ગૃહ અને આપણા રાષ્ટ્ર વતી, હું ડી. ગુકેશની હ્રદયપૂર્વક પ્રશંસા કરું છું કારણ કે આજે સિંગાપોરમાં આપણો ભવ્ય ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. જે 1.4 અબજ ભારતીયોની અદમ્ય ભાવના અને વધતી આકાંક્ષાઓને આકાશ તરફ લઈ જાય છે.”

વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ ગુકેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત દેશના યુવાનોમાં પણ ગુકેશના વિશ્વ રેકોર્ડમાં ઉત્સાહ ફેલાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement