રાજકોટના મહામેળાની પૂર્ણાહૂતિ, 15 લાખ લોકોએ લોકમેળાની મોજ માણી
- સૌરાષ્ટ્રનો સૌથી મોટો 5 દિવસીય લોકમેળો રાજકોટમાં યોજાયો હતો,
- કલેક્ટરે લોકમેળાની સફળતાનો શ્રેય પોલીસ સહિત વહિવટી તંત્રને આપ્યો,
- રાઈડ સંચાલકો દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવામાં આવ્યું
રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના 6 દિવસીય મહામેળાની ગઈકાલે સોમવારે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. 5 દિવસ સુધી ચાલેલા આ લોકમેળામાં આશરે 15 લાખથી વધુ લોકોએ વિવિધ રાઈડ્સ અને ઝૂલા માણી મોજ કરી હતી. નાની ચકરડીથી લઈને ફજત ફાળકા જેવી 31 મોટી રાઈડ્સમાં લોકો ઉમટી પડ્યા હતા. કલેક્ટરે લોકમેળાની સફળતાનો શ્રેય સતત ખડેપગે રહેલા વહીવટી તંત્ર, પોલીસ, કોર્પોરેશન, આરોગ્ય અને ફાયર વિભાગની ટીમોને આપ્યો હતો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ ગણાતો રાજકોટનો રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા લોકમેળોની 18મી ઓગસ્ટના રોજ પૂર્ણ થયો હતો. 5 દિવસ સુધી ચાલેલા આ લોકમેળામાં આશરે 15 લાખથી વધુ લોકોએ વિવિધ રાઈડ્સ અને ઝૂલા માણી મોજ કરી હતી. નાની ચકરડીથી લઈને ફજત ફાળકા જેવી 31 મોટી રાઈડ્સમાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે, નવી રેન્જર રાઈડ અને મોતના કૂવાને મંજૂરી ન મળતા તથા મેળાના દિવસોમાં વધારો ન કરતા ઘણા લોકો નિરાશ થયા હતા. જિલ્લા કલેક્ટરે લોકમેળાની સફળતાનો શ્રેય સતત ખડેપગે રહેલા વહીવટી તંત્ર, પોલીસ, મ્યુનિ. કોર્પોરેશન, આરોગ્ય અને ફાયર વિભાગની ટીમોને આપ્યો હતો. આગામી વર્ષે રાઈડધારકો સમયસર ફોર્મ રજૂ કરશે તો ઝડપથી મંજૂરી આપવામાં આવશે તેમ પણ સ્પષ્ટ કર્યું હતું.
રાજકોટના રેસકોર્સ મેદાનના લોકમેળામાં અત્યાર સુધીમાં 15 લાખ જેટલા લોકો મેળાની મજા માણી હતી. રાજકોટ પોલીસ ટીમ દ્વારા લોકમેળામાં ક્રાઉડ કંટ્રોલ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનની ટીમ દ્વારા દબાણ હટાવની કામગીરી યોગ્ય રીતે થઈ છે. વહીવટી તંત્રમાં પણ ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ દ્વારા દિવસ દરમિયાન રાઉન્ડ લગાવી અને નાની-નાની બાબતો અંગે ધ્યાન દોરી તેમાં સુધારા લાવવામાં આવ્યા છે. આ સાથે જ આરોગ્ય અને ફાયર દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. રાઈડ સંચાલકો દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવામાં આવ્યું છે.