For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, પણ વિદેશ જવા માટેની એકપણ ફ્લાઈટ નથી

05:33 PM Jan 18, 2025 IST | revoi editor
રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે  પણ વિદેશ જવા માટેની એકપણ ફ્લાઈટ નથી
Advertisement
  • એરપોર્ટ પર 23 હજાર ચો.મી.માં ટર્મિનલ બનાવાયું
  • ટર્મિનલમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વિરાસતને કલાત્મક રીતે કંડારવામાં આવી
  • રણજીત વિલાસ પેલેસની કલાકૃતિને આધારિત ઇન્ટિરિયર કરાયું

રાજકોટઃ શહેરના સીમાડે નેશનલ હાઈવે નજીક  હિરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરાયું છે. અને આ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જુલાઈ 2023માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે. અને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. તત્કાલીન સમયે પૂરતી સુવિધા વગર જ લોકાર્પણ કરાયું હોવાના આક્ષેપો થયા હતા. જો કે, અદ્યત્તન સુવિધા સાથેનું આલિશાન ટર્મિનલ બનીને તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે  ખુલ્લું મૂકાશે. જોકે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને દોઢ વર્ષ થવા છતાંયે હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી.

Advertisement

રાજકોટના ઈન્ટર નેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટેની પુરતી સુવિધા હોવા છતાંયે વિદેશ જવા માટેની એકપણ ફલાઈટ્સ ઉડાન ભરતી નથી. વિવિધ એરલાઈન્સ પુરતા પ્રવાસીઓ મળે તો જ વિદેશની ફ્લાઈટ શરૂ કરી શકે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિદેશ જતાં પ્રવાસીઓ અમદાવાદ કે મુંબઈથી જવાનું વધુ પસંદ કરતા હોય છે. એટલે જ્યાં સુધી પુરતા પ્રવાસીઓ મળે નહીં ત્યાં સુધી વિદેશ જવા માટેની ફ્લાઈટ્સ શરૂ કરી શકાશે નહીં. જો કે વેપારીઓના કહેવા મુજબ વિદેશની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો પ્રવાસીઓ તો મળી જ રહેશે.

ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એવા રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ તૈયાર થઈ જતા તાજેતરમાં ડાયરેક્ટર જનરલ-સિવિલ એવિએશનના અધિકારીઓએ નવા ટર્મિનલ બિલ્ડીંગની સમીક્ષા પણ કરી હતી. 23,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ ટર્મિનલમા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર, લોકો ટર્મિનલમાંથી સીધા ફ્લાઈટમાં પહોંચી શકે તે માટે 4 એરોબ્રિજ મુકવામાં આવ્યા છે. એરોબ્રિજ મુકવાથી દરેક ફલાઈટના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચી જશે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખી 256 જેટલા CCTV કેમેરા, તેમજ 14 એરક્રાફ્ટના પાર્કિંગ માટે એપ્રન પણ છે. નવા ટર્મિનલમાં 3 કન્વેયર બેલ્ટ, 20 જેટલાં ચેક ઇન કાઉન્ટર, 1800થી વધારે મુસાફરોને હેન્ડલ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત દર કલાકે 300 મુસાફરો અવરજવર થઈ શકે તે માટેની સુવિધા ઊભી કરવામા આવી છે. અને આધુનિક ફાયર એલાર્મ સિસ્ટમ સહિત અનેકવિધ સુવિધાઓ છે. ટર્મિનલમાં ખાસ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વિરાસતનો સમન્વય કલાત્મક રીતે કંડારવામાં આવ્યો છે જેમાં રણજીત વિલાસ પેલેસની કલાકૃતિને આધારિત ઇન્ટિરિયર કરાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement