For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પના ટેરિફને લીધે રાજકોટમાં ઉત્પાદિત વસ્તુઓનો USAમાં નિકાસ દર 60 ટકા ઘટી 35 ટકા થયો

03:47 PM Nov 11, 2025 IST | Vinayak Barot
ટ્રમ્પના ટેરિફને લીધે રાજકોટમાં ઉત્પાદિત વસ્તુઓનો  usaમાં નિકાસ દર 60 ટકા ઘટી 35 ટકા થયો
Advertisement
  • ટ્રમ્પએ ટેરિફમાં વધારો કરતા નિકાસકારોને પડ્યો ફટકો,
  • નિકાસકારોને રાહત પેકેજ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કરી માગ,
  • નિકાસ દર ઘટવાથી રોજગારી પર અસર પડી

રાજકોટઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ આકરી ટેરીફ લાદતા ભારતના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થતી ચિજ-વસ્તુઓની નિકાસ પર અસર પડી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ ઉત્પાદકો દ્વારા અમેરિકામાં કરાતી નિકાસ  60%થી ઘટીને 35% થઈ ગઈ છે. જેના લીધે નિકાસકારોને અસહ્ય ફટકો પડ્યો છે. આથી ગુજરાત સરકાર દ્વારા નિકાસકારોને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભારત દેશ નિકાસ ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે તેમજ સરકાર દ્વારા નિકાસકારોને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા અસહ્ય વધારાના ટેરિફ દરને કારણે તમામ ઔદ્યોગિક ક્ષેત્રો અને ખાસ કરીને નિકાસકારોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા 6 મહિનાનો તૈયાર કરાયેલા રાજકોટ તથા આસપાસના વિસ્તારનો અંદાજીત USA નિકાસ દરના ડેટા મુજબ મે-2025માં આશરે 60% નિકાસદર હતો, જે ડોલરમાં રૂપાંતર કરતા 59,54,027.57 થયેલો છે. આ જ નિકાસદર ઓકટોબર, 2025માં ઘટીને 35%ની સાથે ડોલરમાં રૂપાંતર કરતા 35,31,112.41 થઈ ગયો છે. આમ, લગભગ 25% અને આશરે 25 લાખ ડોલર જેટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં આ નિકાસદર ઘટવાની સાથે ખૂબ જ નુકશાનકારક સાબિત થઈ શકે એવું જણાઈ રહ્યું છે.

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના અસહ્ય વધારાના ટેરિફ દરના કારણે સમગ્ર ઔદ્યોગિક અને નિકાસકારોને થવા પાત્ર અસહ્ય ધંધાકીય નુકશાનીની તીવ્રતાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કેન્દ્ર સરકારની રાહ જોયા વગર રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પૂરતા રાહત-પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. જેથી, ઉદ્યોગકારો અને વેપારીઓને મોટી રાહત થશે.

Advertisement
Tags :
Advertisement