For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ રાજકોટ, ભૂજ અને જામનગર એરપોર્ટ બંધ કરાયા

04:17 PM May 07, 2025 IST | revoi editor
ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ રાજકોટ  ભૂજ અને જામનગર એરપોર્ટ બંધ કરાયા
Advertisement
  • રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ત્રણ દિવસ બંધ રહેશે
  • સરહદી વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
  • ફલાઈટ્સ રદ થતાં અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદઃ કાશમીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યા બાદ ભારતે બદલો લેવા માટે પાકિસ્તાનના આતંકવાદી અડ્ઢાઓ પર ગત મોડી રાતે એરસ્ટ્રાઈક કર્યુ હતું. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. ત્યારે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતિય સુરક્ષા દળો હાઈએલર્ટ મોડ પર છે. દરમિયાન ગુજરાતમાં સરહદી વિસ્તાર નજીક આવેલા રાજકોટ, ભુજ, અને જામનગરના એરપોર્ટ બંધ કરાયા છે. અને પ્રવાસી ફ્લાઈટસને પણ રદ કરી દેવામાં આવી છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે.

Advertisement

એર ઇન્ડિયાએ X પર પોસ્ટ કર્યું છે કે "એરપોર્ટ અધિકારીઓ દ્વારા કેટલાક એરપોર્ટ બંધ કરવાની સૂચનાને પગલે એર ઇન્ડિયા દ્વારા જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ્સ 10 મેના રોજ 5:29 વાગ્યા સુધી રદ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન પ્રવાસી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિ-શેડ્યુલિંગ ચાર્જ પર એક વખતની છૂટ અથવા રદ કરવા બદલ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

રાજકોટ એરપોર્ટના સત્તાધિશોએ પ્રવાસીઓની સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ત્રણ દિવસ બંધ રહેશે. સિવિલિયન ફલાઇટ ત્રણ દિવસ સુધી ઓપરેટ નહિ થાય. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આજે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ 11 ફ્લાઈટ રદ કરવામાં આવી છે, જેને લીધે દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા 1500 તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતા 1700 મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એટલે કે, 3200થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા છે. આજે રાજકોટથી મુંબઈ જતી 5 ફ્લાઇટ, દિલ્હી અને પુણેની 2 તો હૈદરાબાદ અને બેંગ્લોરની એક-એક ફ્લાઇટ કેન્સલ થઈ છે.

Advertisement

ભુજ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું કે, ભુજ એરપોર્ટથી દૈનિક ચાર ફ્લાઈટ ઉડાન ભરે છે અને ચાર ફ્લાઈટ આગમન કરે છે. આ તમામ આઠ ફ્લાઈટ આજના દિવસ માટે બંધ કરવામાં આવી છે. ઉડાન ભરતી ફ્લાઈટમાં 2 મુંબઈ, 1 દિલ્હી અને 1 અમદાવાદ ફ્લાઇટનો સમાવેશ થાય છે. આજ પ્રમાણે ફ્લાઇટ આગમન પણ કરે છે. જોકે કંડલા એરપોર્ટ પર ફ્લાઇટ અવરજવર ચાલુ રખાઈ છે.

ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કર્યા બાદ સરહદી રાજ્ય ગુજરાત એલર્ટ મોડ પર છે. હાલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગરનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યુ છે. તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવાઈ છે.

Advertisement
Tags :
Advertisement