For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એનઆઇએમસીજેમાં રાજેશ કાવાનો વોઇસ ઓવર વર્કશોપ યોજાશે

04:26 PM Jul 05, 2024 IST | revoi editor
એનઆઇએમસીજેમાં રાજેશ કાવાનો વોઇસ ઓવર વર્કશોપ યોજાશે
Advertisement

અમદાવાદ: ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં માત્ર આંગિક અભિનય જ પૂરતો નથી અવાજનું પણ અનેરૂ મહત્વ હોય છે,અને એટલે જ ડબિંગ અને વોઇસ ઓવરની કામગીરીનું આ બંને ઉદ્યોગમાં મહત્વ છે. પાત્રને અનુરૂપ અવાજના આરોહ અવરોહને બદલવા અને અવાજથી અભિનય કરવો એ તાલીમ અને મહેનત માગી લેતું કામ છે. એટલે જ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ     (એનઆઇએમસીજે) દ્વારા તારીખ ૬ અને ૭ જુલાઈના રોજ કેમ્પસમાં જાણીતા વોઇસ ઓવર/ ડબિંગ આર્ટિસ્ટ રાજેશ કાવાનો વોઇસ ઓવર વર્કશોપ યોજવામાં આવ્યો છે.

Advertisement

શ્રી રાજેશ કાવા હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અને સિનિયર વોઈસ ઓવર/ ડબિંગ આર્ટિસ્ટ છે. તેઓ સિંઘમ, રોબો, તારક મહેતા કા છોટા ચશ્મા (એનિમેશન), કેજીએફ, સ્કવિડ ગેમ,હેરી પોટર સહિતની અનેક ભારતીય અને હોલીવુડની ફિલ્મો/ વેબ સિરીઝના મહત્વના પાત્રો માટે વોઇસ ઓવર/ ડબિંગ કરી ચૂક્યા છે. એનઆઇએમસીજેના અધ્યતન ક્લાસરૂમ અને સ્ટુડિયો સેટઅપમાં આ બે દિવસનો વર્કશોપ યોજાશે. ભાગ લેનારા તમામને સંસ્થા દ્વારા પ્રમાણપત્રો અપાશે તેમ સંસ્થાના નિયામક પ્રો.(ડો) શિરીષ કાશીકરે જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement