For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો, 4 સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી

04:00 PM Aug 15, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો  4 સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી
Advertisement
  • આજે બપોર સુધીમાં 10 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા,
  • સૌરાષ્ટ્રમાં વરસાદ લોકમેળાની મજા બગાડે તેવી શક્યતા,
  • 17મીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘવિરામ બાદ આજથી ફરીવાર વરસાદી માહોસ સર્જાયો છે. રાજ્યભરમાં આજે આકાશમાં વાદળોથી ગોરંભાયા છે. અને હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસઙ્ય બફારોના અનુભવ કર્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. શ્રાવણ મહિનાના અંતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ જોવા મળશે. 17મીથી દક્ષિણ ગુજરાતઅને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન આજે બપોર સુધીમાં 10 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. વરસાદી માહોલ જામતા સૌરાષ્ટ્રમાં લોકમેળાની મજા બગાડે તેવી શક્યતા છે.

Advertisement

ગુજરાતમાં લાંબા વિરામ બાદ આજથી ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં ઘટાટોપ વાગળો ગોરેભાયા છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. હાલમાં બંગાળની ખાડીમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે લૉ પ્રેશર સક્રિય થયું છે જે 48 કલાકમાં આગળ વધી ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચશે. તેમજ એક મોન્સૂન ટ્રફની સિસ્ટમનો છેડો નીચે આવીને રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તાર સુધી પહોંચશે. આ ઉપરાંત વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રફની સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં આજથી છુટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડી રહ્યા છે.   16મી ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધશે કાલે નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે. રવિવારે, 17મીએ રવિવારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં આજે શુક્રવાર (15 ઓગસ્ટ) થી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement