For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે ખરીફ પાકને નુકશાન, ખેતરોમાં પાણી ભરાયા

04:53 PM Sep 30, 2025 IST | revoi editor
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે ખરીફ પાકને નુકશાન  ખેતરોમાં પાણી ભરાયા
Advertisement
  • ઝાલાવાડમાં 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ હતુ,
  • ખરીફ પાક તૈયાર થતા લલણી વખતે જ વરસાદ પડ્યો,
  • કપાસનો પાક પીળો પડી ગયો અને ભેજ લાગ્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાના પ્રારંભથી સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જિલ્લામાં 5,07,250 હેક્ટરમાં વાવેતર થયા સમયાંતરે પડેલા વરસાદને લીધે કપાસ, મગફળી સહિત ખરીફ પાક તૈયાર થયો હતો. અને સારૂ ઉત્પાદન મળવાની આશા હતી ત્યાંજ લલણી ટાણે વરસાદ પડતા ખેતીપાકને નુકશાન થયુ છે. અને વરસાદમાં પાક બળી જવાનો ભય ફેલાયો છે. જિલ્લાના ખેડૂતોએ 5,07,250 મુખ્યત્વે પાકમાં સૌથી વધુ 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે  વરસાદની સારી શરૂઆત બાદ વરસાદ થયો ન હતો. બાદમાં ઓગષ્ટમાં વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા હતા. બાદમાં હાલ ચોમાસાની સિઝન પૂરી થવામાં છે ત્યારે ફરીવાર વરસાદ પડતા ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાય જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. મગફળી સહિતના અમુક પાકો તો ખેતરોમાંથી  કાઢી લેવામાં આવ્યા ત્યારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. અને છેલ્લા બે  દિવસથી વરસાદી વાતાવરણ બન્યું અને ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના ચોમાસાના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર થાય છે ત્યાં ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોને સ્થિતિ દયનીય બની છે. આ અંગે નિવૃત ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે હાલમાં પડેલા વરસાદથી જે વાવેતરનો ઉતારો આવે તેની ક્વોલિટિને અસર થશે. કપાસ પીળો પડી જાય, ભીનો થઇ જાય, ભેજ લાગે, મગફળીમાં પાણી પડે એટલે મગફળીમાં ડોડવા ઉગવા લાગે, આથી ખેડૂતોએ પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતોએ ખેતરમાંથી પાણી નિકાલ કરી બાકી રહેલો પાક વીણી લેવો જોઇએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement